Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

બીજેપીને ગુંડા-લફંગાનો પક્ષ કહેવા પર રાઘવ ચઢ્ઢાની મુશ્‍કેલી વધી

બીજેપી નેતાને લીગલ નોટીસᅠફટકારીᅠ

નવી દિલ્‍હી તા. ૧૮ : બીજેપી યુવા મોરચા પંજાબના ઉપાધ્‍યક્ષ અશોક સરીને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાને કાનૂની નોટિસ મોકલીને ભારતીય જનતા પાર્ટીની માફી માંગવા કહ્યું છે. રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર કરેલી ટિપ્‍પણી બદલ લેખિત માફીની માંગણી કરવામાં આવી છે. સાથે જ માફી માંગવામાં નિષ્‍ફળ રહેવા બદલ તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે. લીગલ નોટિસમાં લખવામાં આવ્‍યું છે કે રાઘવ ચઢ્ઢાએ બીજેપીને ‘ગુંડાઓની પાર્ટી' અને ‘ઇન્‍ડિયાઝ ગોથ પાર્ટી' ગણાવી છે. તેણે આ માટે માફી માંગવી જોઈએ.
હકીકતમાં, રાજયસભાના સાંસદ અને દિલ્‍હી જલ બોર્ડના ઉપાધ્‍યક્ષ રાઘવ ચઢ્ઢાએ ૧૬ એપ્રિલે એક પ્રેસ કોન્‍ફરન્‍સ દરમિયાન ભાજપ પર ટિપ્‍પણી કરી હતી. જે બાદ વિવાદ સર્જાયો હતો. પ્રેસ કોન્‍ફરન્‍સને સંબોધતા રાઘવ ચઢ્ઢાએ ભાજપને ‘ઇન્‍ડિયાઝ ગોથ પાર્ટી' અને ‘ગુંડા-લફંગ' પાર્ટી ગણાવી હતી.
રાઘવ ચઢ્ઢાની આ ટિપ્‍પણી પર હવે તેમને નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ મોકલવામાં આવી છે. લીગલ નોટિસમાં સરીને ૩ દિવસની અંદર ચઢ્ઢા પાસેથી લેખિત માફીની માંગણી કરી છે. આમ કરવામાં નિષ્‍ફળતા તેમના વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવશે.
કાનૂની નોટિસમાં લખવામાં આવ્‍યું છે કે ‘તમે ખોટી રીતે અને દૂષિત રીતે પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે અને સમાજના લોકોના મનમાં બીજેપી વિરુદ્ધ અણગમો પેદા કર્યો છે. તમારા નિવેદનો અપમાનજનક છે અને સમગ્ર ભાજપની ચારિત્ર્ય હત્‍યા સમાન છે.

 

(11:05 am IST)