Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

શેરબજારમાં સપ્‍તાહના પ્રારંભે ધબડકોઃ બપોરે સેન્‍સેકસ ૧૨૦૦ થી વધુ પોઇન્‍ટ ડાઉનઃ વેંચવાલી

રોકાણકારોના ૪ લાખ કરોડ સ્‍વાહા : દિગ્‍ગજ શેર્સમાં કડાકોઃ ઇન્‍ટ્રા-ડે સેન્‍સેકસે ૫૭૦૦૦ની સપાટી તોડી

મુંબઇ,  તા.૧૮: લાંબી રજા બાદ આજે બજાર ખુલતાની સાથે જ હોબાળો મચી ગયો હતો. સપ્તાહના પ્રથમ દિવસે આજે સેન્‍સેક્‍સ અને નિફટી ભારે ઘટાડા સાથે ખુલ્‍યા છ. ઘટાડાથી રોકાણકારોને ૪ લાખ કરોડનો આંચકો લાગ્‍યો છે. બોમ્‍બે સ્‍ટોક એક્‍સચેન્‍જનો ૩૦ શેરનો મુખ્‍ય સંવેદનશીલ સૂચકાંક સેન્‍સેક્‍સ આજે ૯૭૯ પોઈન્‍ટના ઘટાડા સાથે ૫૭૩૫૮ પર ખુલ્‍યો હતો, જયારે નિફટીએ પણ આજે લાલ નિશાન સાથે ટ્રેડિંગની શરૂઆત કરી હતી. આજે મીડકેપ-સ્‍મોલકેપ દોઢ-દોડ ટકો ડાઉન છે.

વેચવાલીના કારણે સેન્‍સેક્‍સ ૧૨૦૬ પોઈન્‍ટની આસપાસના ડાઈવ સાથે ૫૭૧૩૨છે. તે જ સમયે, નિફટી અત્‍યાર સુધીમાં ૩૧૫ પોઈન્‍ટ તૂટીને ૧૭૧૬૦ના સ્‍તરે પહોંચી ગયો છે. આજે ઈન્‍ફોસિસ ૭.૪૧ ટકાના ઘટાડા સાથે નિફટી ટોપ લૂઝરમાં ટોચ પર છે. આ સિવાય ટેક મહિન્‍દ્રા, HDFC, HDFC બેંક અને Apollo Tyres છે. ટોપ ગેઇનર્સમાં NTPC, SBI લાઇફ, ટાટા સ્‍ટીલ, ONGC અને નેસ્‍લેનો સમાવેશ થાય છે. ઇન્‍ટ્રા-ડે સેન્‍સેકસ ૫૭૦૦૦ની અંદર ચાલ્‍યો ગયો હતો.

 નબળા એશિયન બજારો વચ્‍ચે ઈન્‍ફોસિસ અને HDFC બેન્‍ક જેવા મોટા શેરોમાં નબળાઈને કારણે મુખ્‍ય સૂચકાંકો ભારે દબાણ હેઠળ હતા. ગયા અઠવાડિયે ગુરુવારે મહાવીર જયંતિ અને ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ અને શુક્રવારે ગુડ ફ્રાઈડેના કારણે શેરબજાર બંધ રહ્યા હતા.

ઇન્‍ફોસિસ, ટેક મહિન્‍દ્રા, ટીસીએસ, એચડીએફસી, એચડીએફસી બેંક, વિપ્રો અને એચસીએલ ટેક્‍નોલોજીસ સેન્‍સેક્‍સમાં ટોચના લુઝર્સમાં હતા. બીજી તરફ એનટીપીસી, ટાટા સ્‍ટીલ, એમએન્‍ડએમ, મારુતિ અને પાવર ગ્રીડ લીલામાં હતા. એશિયન બજારોમાં, સિઓલ, શાંઘાઈ અને ટોક્‍યો મધ્‍ય-સત્રના સોદા દરમિયાન નીચા વેપાર કરી રહ્યા હતા. સનફલેગ ૧૯૦, બીડીએઇ ૮૭૮, ઇન્‍ફોસીસ ૧૬૨૨, વીપ્રો ૫૩૯, એચડીએફસી ૧૩૯૮, ટેક મહિન્‍દ્ર ૧૩૪૧, જયપ્રકાશ ૧૦ ઉપર છે.

યુએસ સેન્‍ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા આક્રમક દરમાં વધારાની આશંકા વચ્‍ચે વિદેશી રોકાણકારોએ ગયા અઠવાડિયે ભારતીય શેરબજારોમાંથી રૂ. ૪,૫૦૦ કરોડથી વધુ રકમ પાછી ખેંચી લીધી હતી. અગાઉ, ૧ થી ૮ એપ્રિલ દરમિયાન, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ભારતીય બજારમાં રૂ. ૭,૭૦૭ કરોડનું ચોખ્‍ખું રોકાણ કર્યું હતું. તે સમયે બજારમાં ‘કરેકશન'ના કારણે FPIsની ખરીદીની સારી તક મળી હતી.

ડિપોઝિટરી ડેટા અનુસાર, ૧૧-૧૩ એપ્રિલના રોજ ટૂંકા રજાના ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન FPIsએ ભારતીય શેરબજારોમાંથી રૂ. ૪,૫૧૮ કરોડનો ચોખ્‍ખો ઉપાડ કર્યો હતો.(

(3:49 pm IST)