Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

યુધ્‍ધને કારણે ૧.૭ અબજ લોકો ઉપર ગરીબી-ભુખમરાનું સંકટ

યુનોના ચીફની ચેતવણીઃ યુક્રેન સંકટ અનાજની નિકાસને રોકે છેઃ સપ્‍લાય ચેઇનને વેરવિખેર કરે છેઃ મોંઘવારી આસમાને : ૨૦૨૨ના પ્રારંભથી જ ઘઉં અને મકાઇના ભાવોમાં ૩૦ ટકાનો વધારોઃ ક્રુડ-ગેસ-ખાતર પણ મોંઘા થઇ ગયા છે

ન્‍યુયોર્ક, તા.૧૮: યુક્રેન સંકટ બાબતે ગંભીર ચેતવણી આપતા સંયુકત રાષ્‍ટ્ર મહાસચિવ એંટોનીયો ગુટેરેસે કહ્યું છે કે વિશ્‍વની વસ્‍તીનો પાંચમો ભાગ ભૂખમરાના આરે ઉભો છે. તેમણે કહ્યું કે યુક્રેન સંકટ માનવતાના પાંચમા ભાગથી વધારે અથવા ૧૭૦ કરોડથી વધારે લોકોને ગરીબી અને ભૂખમાં ડૂબાડી શકે છે.
ગુટેરેસે રવિવારે એક ઇન્‍ટરવ્‍યુમાં કહ્યું કે આપણે બધા યુક્રેનમાં ત્રાસવાદ જોઇ રહ્યા છીએ. આ યુધ્‍ધે વિકાસશીલ દુનિયા પર એક મૂક હુમલો શરૂ કરી દીધુ છે. આ સંકટ ૧.૭ બીલીયન લોકો એટલે કે માનવ વસ્‍તીના પાંચમા ભાગથી વધારે હિસ્‍સાને ગરીબી અને ભૂખમરા તરફ ધકેલી શકે છે, જે દાયકાઓમાં નથી જોવા મળી.
ઘઉં અને જવના વિશ્‍વના કુલ ઉત્‍પાદનનો ૩૦ ટકા હિસ્‍સો યુક્રેન અને રશીયાથી આવે છે તો મકાઇનો પાંચમો ભાગ અને સૂર્યમુખી તેલનો અડધાથી વધારે હિસ્‍સો આ બે દેશમાંથી જ આવે છે. આ આંકડાઓને ધ્‍યાનમાં રાખી યુએનના વડા ગુટેરેસે કહ્યું કે ૪૫ સૌથી ઓછા વિકસીત દેશો રશીયા અને યુક્રેનથી ઘઉંનો એક તૃત્‍યાંશથી વધારે હિસ્‍સો આયાત કરે છે.
તેમણે કહ્યું કે યુક્રેન સંકટ અનાજની નિકાસને રોકી રહ્યું છે અને સપ્‍લાય ચેનને બાધિત કરી રહ્યું છે જેના કારણે કિંમતો આસમાને પહોંચી છે. ૨૦૨૨ની શરૂઆત પછીથી, ઘઉં અને મકાનના ભાવોમાં ૩૦ ટકા વધારો થયો છે. બ્રેન્‍ટ ક્રુડના ભાવોમાં ૬૦ ટકા જયારે ગેસ અને ખાતરના ભાવોમાં બમણાથી વધારે વધારો થઇ ગયો છે.
ગુટેરેસે વૈશ્‍વિક સુધારાઓનું આહ્વવાન કર્યુ જેમાં વિશ્‍વની વિત્તિય પ્રણાલી બદલવાની વાત કરી. તેમણે કહ્યું કે વર્તમાન પ્રણાલી અમીરને વધુ અમીર અને ગરીબને વધુ ગરીબ બનાવે છે.
આંતરરાષ્‍ટ્રીય મુદ્રાકોષની મેનેજીંગડાયરેકટર ક્રિસ્‍ટાલીના જયોર્જીવાએ ગુરૂવારે કહ્યું કે યુક્રેન સંઘર્ષ આ વર્ષે ૧૪૩ અર્થવ્‍યવસ્‍થાઓ માટેનું પુર્વાનુમાન ઘટાડશે, જે સામુહિકરૂપે વિશ્‍વના જીડીપીના ૮૬ ટકા છે.
આઇએમએફ, વિશ્‍વ બેંક, વિશ્‍વખાદ્ય કાર્યક્રમ (ડબલ્‍યુએફપી) અને વિશ્‍વ વ્‍યાપાર સંગઠન (ડબલ્‍યુટીઓ)ના વડાઓએ બુધવારે એક સંયુકત બયાન જાહેર કરીને યુક્રેન વચ્‍ચે ખાદ્ય સુરક્ષાને સંબોધિત કરવા માટે તાત્‍કાલિક સમન્‍વીત કાર્યવાહીનું આહવાન કર્યુ હતું.(

 

(11:34 am IST)