Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

પરમાણુ યુધ્‍ધઃ હવે ન રોકાશે કે ન તેને કોઇ રોકી શકશે!

ઓછી ક્ષમતા ધરાવતા નાના પરમાણુ બોમ્‍બ હવે રશીયા દ્વારા ઉપયોગાશે એ નિヘતિ બન્‍યુ છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૮ :.. રશિયા-યુક્રેન વચ્‍ચે ચાલી રહેલા યુધ્‍ધને પચાસ ઉપરાંત પાંચ દિવસ વધુ વિતી ચૂકયા છે ત્‍યારે યુક્રેન રાષ્‍ટ્રપતિ ઝેલેન્‍સ્‍કી એ સ્‍પષ્‍ટ ભીતિ વ્‍યકત કરી છે કે, હવે પુતિન પરમાણુ બોમ્‍બથતી હૂમલો કરશે. ઝેલેન્‍સ્‍કીએ વિશ્વભરને આ બાબતથી ડરાવ્‍યું છે. રૂસી યુધ્‍ધહાજર ‘મોસ્‍કોવા' ડૂબ્‍યા બાદ પુતિન માટે હવે વર્ચસ્‍વનો પ્રશ્ન ઉભો થયો છે. ગઇકાલે જ રૂસ દ્વારા અમેરિકા-બ્રિટન સહિત નાટો દેશોના યુક્રેનમાં રૂસ સામે લડી રહેલા સૈનિકો જોગુ ફરમાન જાહેર કરાયુ હતું કે ‘કાં તો શરણે થઇ જાવ અથવા મરવા તૈયાર રહો'.

વધુમાં ખુદ પુતિને બ્રિટન-અમેરિકા ને યુક્રેનને મદદરૂપ થવા બદલ કહ્યું છે કે ‘અમે જે વળતો જવાબ આપીશુ, તેની અમેરિકા - બ્રિટને કલ્‍પના પણ નહીં કરી હોય'

મતલબ કે પુતિન હવે હળવી ક્ષમતા વાળા, પાંચ-સાત કિ.મી.ના એરીયામાં ઘાતક અસર પહોંચાડી શકે તેવા ક્રિપ્‍ટીકલ પરમાણુ બોમ્‍બનો ઉપયોગ કદાચ એક કે બે દિવસમાં  જ શરૂ કરી શકે છે. બોમ્‍બ કયાં ઝીકાશે ? તેનો જવાબ સ્‍થિતિ જોઇ સ્‍પષ્‍ટ સમજી શકાય છે કે, યુક્રેનના કેટલાક શહેરો, એથી આગળ પヘમિી દેશો જેમાં બ્રિટન પ્રથમ ક્રમે ત્‍યારબાદ મહિલા નેતાગીરી વાળા બે દેશો કે જેઓ હવે નાટોમાં સામેલ થવાનું એલાન કરી ચૂકયા છે. ઉપરાંત પોલેન્‍ડ  તથા અન્‍ય પヘમિી દેશો રૂસ દ્વારા પ્રહાર થનારા નાના પરમાણુ બોમ્‍બનું નિશાન બની શકે છે.

યુ ટયુબમાં  Invetor Lee Wheelbarger સર્ચ કરવાથી જોવા મળતી ચેનલમાં યુક્રેનના કિવ, ખારકીવ, સહિત મહત્‍વના શહેરો પર ગોઠવાયેલા કેમેરાઓના દ્રશ્‍યોનું લાઇવ સ્‍ટ્રીમીંગ તો સતત જોવા  મળેલ છે.

(12:07 pm IST)