Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

રાષ્ટ્રીય મહત્‍વ ધરાવતા પ્રાચીન તથા ઐતિહાસિક સ્‍મારક અને પુરાતત્‍વ સ્‍થળ પર હવે દશેરા, હોળી, મહિલા દિવસ, મકર સંક્રાતિ સહિત ૨૧ ખાસ અવસરો પર ટિકિટ નહીં ખરીદવી પડે

ભારત સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્‍હી, તા.૧૮: રાષ્ટ્રીય મહત્‍વ ધરાવતા પ્રાચીન તથા ઐતિહાસિક સ્‍મારક અને પુરાતત્‍વ સ્‍થળ પર હવે દશેરા, હોળી, મહિલા દિવસ, મકર સંક્રાતિ સહિત ૨૧ ખાસ અવસરો પર ટિકિટ નહીં ખરીદવી પડે.
કેન્‍દ્ર સરકારે સામાન્‍ય લોકોને ખાસ કરીને યુવાનોને ભારતીય ઐતિહાસિક ધરોહર સાથે જોડવાના ઉદ્દેશ્‍ય સાથે આ નિર્ણય લીધો છે. સરકારે ૩૧ માર્ચ ૨૦૨૩ સુધી આ ઐતિહાસિક સ્‍થળ પર જવા માટે ખાસ ૨૧ અવસર પર ટિકિટ નહીં લેવાનો આદેશ જાહેર કર્યો છે. તેની જાણકારી તમામ રાજયો અને ભારતીય પુરાતત્‍વ સર્વેક્ષણ વિભાગને મોકલી દેવામાં આવી છે.

 

(12:08 pm IST)