Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

તસ્‍કરો ડ્રોન દ્વારા હથીયારો-હેરોઇન ભારતમાં ફેંકે છેઃ બીએસએફ વધુ સર્તક

શ્રીગંગાનગર,તા. ૧૮ : બીએસએફની સર્તકતાના કારણે અનેક તસ્‍કારોના માર્યા ગયા બાદ હવે પાકિસ્‍તાન તસ્‍કરોએ ડ્રોનને હેરોઇનની તસ્‍કરીનું સાધન બનાવી લીધુ છે. પંજાબ-રાજસ્‍થાન સીમામાં ઘણી વાર આ પ્રકારના ડ્રોનથી હથીયારો અને હેરોઇન ફેંકવાની ઘટના ઘટી છે. બીએસએફ દ્વારા અનેકવાર આવા ડ્રોન તોડી પાડવામાં આવ્‍યા છે.

હાલમાં જ અનુપગઢ વિસ્‍તારમાં સીમાપારથી ડ્રોનથી નાખવામાં આવેલ હેરોઇન પકડાયુ હતું. જેમાં પાંચ આરોપીઓની પુછપરછ ચાલી રહી છે. જ્‍યારે પોલીસ પંજાબના તસ્‍કરોની શોધખોળમાં લાગેલી છે. અત્‍યાર સુધી તસ્‍કર પાકીસ્‍તાન તરફથી તસ્‍કરો પાઇપ દ્વારા કે તારબંધીની પારથી પેકેટ ખેતરોમાં ફેંકીને તસ્‍કરી કરી રહ્યા હતા. અનેકવાર ઘુષણખોરોને ઠાર કરવામાં આવ્‍યા છે.

છેલ્લા બે અઢી વર્ષથી તસ્‍કરોએ ડ્રોનથી સપ્‍લાયનો કીમીયો શરૂ કર્યો છે. જે રાજસ્‍થાન અને પંજાબમાં હેરોઇન અને શષા ફેંકવાની ઘટનાઓ કરી ચૂકયા છે. આવી ઘટનાઓ બોર્ડર ઉપર પણ ઘટી છે. પોલીસે જણાવે કે આવા ડ્રગ્‍સ-હથીયારો ઉઠાવીને કેરીયર રૂપે કામ કરતા આરોપી પુછપરછ શરૂ કરાય છે.તેમને જયપુર પણ લઇ જઇ પુછતાછની શકયતા છે. પોલીસ હવે તસ્‍કરોની ધરપકડના પ્રયત્‍નોમાં છે.

(3:06 pm IST)