Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

દાડમની પેટીઓમાંથી ૧૦૦-૫૦૦ની ચલણી નોટોના ટુકડા નિકળ્‍યાઃ અસલી-નકલી અંગે તપાસ

નવી દિલ્‍હી, તા.૧૮: કુચામાન શહેરમાં ફ્રુટ માર્કેટમાં દાડમની પેટીઓમાંથી ૧૦૦,૫૦૦ અને ૨૦ રૂપિયાની નવી ચલણી નોટોના કટીંગ કરાયેલ કાગળ નિકળતા અનેક પ્રશ્‍નો ઉભા થયા છે. આ કટીંગ કયાંથી આવે છે અને અસલી છે કે નકલી તે મુદો તપાસનો વિષય બન્‍યો છે.

ફ્રુટ માર્કેટના વેપારીઓના જણાવ્‍યા મુજબ આ દાડમ ગુજરાતથી આવી રહ્યા છે. આ અંગે કુચામન પોલીસને પણ જાણ કરવામાં આવી છે. વધુ માહિતી આપતા કપડાના વેપારીએ જણાવેલ કે ચલણી નોટોના કટીંગના કાગળો છેલ્લા ૫-૭ દિવસથી રસ્‍તા ઉપર જયાં-ત્‍યાં ઉડતા મળી રહ્યા છે. જેના કારણે આખી માર્કેટમાં ચર્ચા થઇ રહી છે.

ખાસ વાત એ છે કે નોટોના કટીંગ ઉપર આરબીઆઇ લખેલ લીલા રંગના તાર પણ છે. જે દેખાવમાં અસલી નોટ જેવા જ છ.ે કુચામન પોલીસ સ્‍ટેશનના અધિકારી હનુમાનસિંહ ચૌધરીએ જણાવેલ કે, નોટોના પેપર કટીંગ આવ્‍યાની માહિતી મળી છે અને તેની તપાસ કરાવવામાં આવી રહી છે.

(3:08 pm IST)