Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

દક્ષિણ આફ્રિકામાં ભયાનક પુરઃ ડરબન શહેર તબાહ : ૪૦ હજાર લોકો બેઘર : મૃત્‍યુઆંક ૪૪૩: હજી વરસાદની સંભાવના

ડરબન,તા. ૧૮: કોરોના વાયરસની મહામારી બાદ હવે દક્ષિણ આફ્રિકા ૬૦ વર્ષના સૌથી ભયંકર પૂરની ઝપેટમાં છે. પૂરનો પ્રકોપ ઘણા દિવસોથી ચાલુ છે. ક્‍વાઝુલુ-નાતાલ પ્રાંત અને ડરબનમાં પૂરથી મૃત્‍યુઆંક વધીને ૪૪૩ થઈ ગયો છે. લગભગ ચાર હજાર દ્યરો સંપૂર્ણપણે નાશ પામ્‍યા છે. ૪૦ હજાર લોકો બેદ્યર છે અને ૧૩,૫૦૦ ઘરોને નુકસાન થયું છે. આ સિવાય ૫૮ હોસ્‍પિટલોને પણ નુકસાન થયું છે.
પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને, સરકારે કટોકટી રાહત ફંડમાં એક અબજ રેન્‍ડ (૬૮ મિલિયન ડોલર)ની જાહેરાત કરી છે. આ ઉપરાંત, આફ્રિકન ફૂટબોલ કોન્‍ફેડરેશનના વડા પેટ્રિસ મોટસેપે ૩૦ મિલિયન રેન્‍ડની જાહેરાત કરી છે.

 

(4:00 pm IST)