Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

કાશ્મીરમાં ફરજીયાત સીસીટીવી લગાવવાના ફરમાન સામે વેપારીઓમાં રોષ

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ૧૮ : જમ્મુ કાશ્મીરમાં પોલીસ અને તંત્ર દ્વારા વેપારીઓ માટે ફરજીયાત સીસીટીવી કેમેરા લગાવવાના આદેશથી વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. અને લોકડાઉન બાદ આવા ફરમાનથી આર્થિક સંકટ સર્જાશે તેમ જણાવ્યું છે.
ત્યારે હવે કાલે સીસીટીવી કેમેરા લગાવવાની છેલ્લી તારીખ છે ત્યારે તંત્ર અને પોલીસ કેવા પગલા લે છે તેના ઉપર સૌની નજર છે.

(5:12 pm IST)