Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

આઇપીએલના સ્‍થાપક લલિત મોદી ઉપર નિર્માતા વિષ્‍ણુ વર્ધન ઇન્‍દુરી ફિલ્‍મ બનાવશેઃ લલિત મોદી સફળ અને વિવાદાસ્‍પદ ક્રિકેટ એડમિનીસ્‍ટ્રેટર રહ્યા છે

ઘણા લોકોએ અસભ્‍ય અને અહંકારી હોવાનો આક્ષેપ મુક્‍યો હતો

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલના સ્થાપક લલિત મોદી (Lalit Modi) પર એક ફ઼િલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મ નિર્માતા વિષ્ણુ વર્ધન ઇન્દુરી (Vishnu Vardhan Indurl) દ્વારા બનાવવામાં આવશે, જેમણે ‘83’ અને ‘થલાઇવી’ જેવી ફિલ્મો બનાવી છે. આ ફિલ્મ લલિત મોદી પર લખાયેલ પુસ્તક Maverlck Commlssloner: The IPL – Lallt Modi Saga પર આધારિત હશે. આ પુસ્તક વરિષ્ઠ પત્રકાર બોરિયા મજમુદાર દ્વારા લખવામાં આવ્યું છે. લલિત મોદી પર ફિલ્મ બનાવવાની જાહેરાત IPLના 15 વર્ષ પૂર્ણ થવાના અવસર પર કરવામાં આવી છે. આઇપીએલની શરૂઆત આ દિવસે એટલે કે 18મી એપ્રિલ 2008ના રોજ થઇ હતી. પ્રથમ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી.

આઇપીએલની શરૂઆત કેવી રીતે થઇ તે ફિલ્મમાં બતાવવામાં આવશે. આ સાથે લલિત મોદીના જીવન વિશે પણ બતાવવામાં આવશે. લલિત મોદી એક સફળ અને વિવાદાસ્પદ ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ક્રિકેટમાં ઘણા નવા પ્રયોગો જોવા મળ્યા. પરંતુ આ દરમિયાન ઘણો વિવાદ પણ થયો હતો. ઘણા લોકોએ લલિત મોદી પર અસભ્ય અને અહંકારી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેમના પર પદના દુરુપયોગના આરોપો પણ લગાવવામાં આવ્યા હતા.

લલિત મોદી પર ફિલ્મ બનશે

લલિત મોદી T20 ક્રિકેટને ભવિષ્ય તરીકે ધ્યાનમાં રાખીને તેણે શહેર-આધારિત ફ્રેન્ચાઇઝીના આધારે 120 લીગ શરૂ કરવા માટે એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરી હતી. જો કે આ પહેલા ભારતમાં આવી T20 લીગ ઇન્ડિયન ક્રિકેટ લીગ ચાલી રહી હતી, પરંતુ તે BCCIની નહોતી. ઉપરાંત તે ફ્રેન્ચાઇઝી આધારિત નહોતું. લલિત મોદીએ IPLને ઇગ્લિશ ફૂટબોલ લીગ પ્રીમિયર લીગની તર્જ પર ડિઝાઇન કરી હતી. જ્યાં ખેલાડીઓની હરાજી થશે અને જે ખેલાડી વધુ પૈસા ખર્ચશે તે તેનો હશે.

લલિત મોદી ભારતની બહાર છે

લલિત મોદી હાલમાં ભારતની બહાર લંડનમાં રહે છે. તેના પર BCCIમાં મની લોન્ડરિંગ અને નાણાકીય અનિયમિતતાનો આરોપ છે. તેના પર BCCI તરફથી પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે. લલિત મોદી IPLના પ્રથમ અધ્યક્ષ છે અને લગભગ ત્રણ વર્ષ સુધી તેઓ IPL કમિશનરનું પદ સંભાળતા હતા. તેણે ચેમ્પિયન્સ લીગ 120ના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. લલિત મોદી લગભગ પાંચ વર્ષ સુધી BCCIના ઉપાધ્યક્ષ હતા. તેઓ રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખનું પદ પણ સંભાળી ચૂક્યા છે.

(5:51 pm IST)