Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

અઝાન અને હનુમાન ચાલીસા નાસિકમાં લાઉડ સ્‍પીકરમાં વગાડવા માટે મંજૂરી લેવી પડશેઃ કમિશનરનો આદેશ

શાંતિ અને વ્‍યવસ્‍થા જાળવી રાખવા માટે નિર્ણય

નાસિક: અઝાન અને હનુમાન ચાલીસા વિવાદ વચ્ચે નાસિક પ્રશાસને એક મહત્વનો નિર્ણય લીધો છે. નાસિકમાં લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા કે ભજન વગાડવા માટે મંજૂરી લેવી પડશે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે, અઝાન પહેલા અને બાદમાં 15 મિનિટની અંદર આ માટે મંજૂરી નહીં મળે. મસ્જિદના આજુબાજુના 100 મીટરના ક્ષેત્રમાં આ માટે મંજૂરી નહીં મળે.

નાસિક પોલીસ કમિશનર દીપક પાંડેએ જણાવ્યું કે, હનુમાન ચાલીસા કે ભજન વગાડવા માટે મંજૂરી લેવી પડશે. અઝાનની 15 મિનિટ પહેલા અને બાદમાં આ માટેની મંજૂરી નહીં મળે. તેમના કહેવા પ્રમાણે શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દીપક પાંડેના આદેશ પ્રમાણે 3 મે સુધી એટલે કે, ઈદ સુધી તમામ ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકરના ઉપયોગ માટે મંજૂરી લેવી પડશે. 3 મે બાદ જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરતા પકડાશે તો તેના વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

(5:59 pm IST)