Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

લાઈટના પિલ્લર પર પ્રેક્ટિસ કરનારો આકાશ હુન્નરબાજ શોમાં ચેમ્પિયન

રિયાલિટી શોમાં બિહારી સ્ટ્રીટ ડાન્સરની સિદ્ધિ ઃ સ્ટ્રીટ ડાન્સર આકાશ બિહારના ભાગલપુરમાં રહે છે, તે ચાર વર્ષથી પોલ ડાન્સિંગની પ્રેક્ટ્રીસ કરી રહ્યો હતો

નવી મુંબઇ, તા.૧૮ ઃ કલર્સ ચેનલ પરના હુનરબાઝ નામના શોમાં એક બિહારી સ્ટ્રીટ ડાન્સરે બાજી મારી છે. સ્ટ્રીટ ડાન્સર આકાશે  આકાશે એરિયલ આર્ટ અને ફ્લાઈંગ પોલ પર પોતાની કલા બતાવીને રિયાલિટી શો હુનરબાઝનું ટાઈટલ જીત્યું છે.આકાશને ઈનામ તરીકે ૧૫ લાખ રૃપિયાનો ચેક મળ્યો છે. રવિવારે ગ્રાન્ડ ફિનાલે યોજાઈ હતી, જેમાં આકાશને ટાઈટલ મળ્યું હતું. હુનરબાઝના ગ્રાન્ડ ફિનાલેમાં નીતુ સિંહ અને નોરા ફતેહીએ આકાશને ટ્રોફી આપી હતી. આ શોના જજ પરિણીતી ચોપરા, મિથુન ચક્રવર્તી અને કરણ જોહર હતા. આ શો ૨૨ જાન્યુઆરીથી શરૃ થયો હતો. આકાશે પોતાના અભિનયથી તમામ જજના દિલ જીતી લીધા હતા.

આકાશે તેની જીત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આ ટ્રોફીનો અને જીતનો શ્રેય તે માતા-પિતાને આપવા માંગે છે. માણસ જો ઇચ્છે તો દરેક સમસ્યાઓને સરળ બનાવી શકે છે, ગરીબી કોઈની સફળતાના માર્ગમાં અડચણ ન બની શકે, તેને કરવા માટે જુસ્સો હોવો જોઈએ, સફળતામાં થોડો વિલંબ થઈ શકે છે પરંતુ તે અશક્ય નથી."

આ મહેનતુ સ્ટ્રીટ ડાન્સર આકાશ બિહારના ભાગલપુરમાં રહે છે, તે ૪ વર્ષથી પોલ ડાન્સિંગની પ્રેક્ટ્રીસ કરી રહ્યો હતો.તે લાઇટનાં પિલર પર પાર્કોમાં લગાવેલા પિલર પર ડાન્સની પ્રેક્ટ્રીસ કરતો હતો. એમ કહી શકાય કે આકાશનો ભાગલપુરથી મુંબઇની સફર ખૂબ પીડાદાયક રહી હતી.

(8:14 pm IST)