Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

ગૂમ યુવકનો ઈન્દોરની હોસ્પિ.માંથી મૃતદેહ મળ્યો

ખરગોનમાં રામનવમી પર હિંસા બાદથી યુવક ગૂમ હતો ઃ ખરગોનમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, આગ તથા હિંસા વેળા ભાગડદોડમાં ઈબ્રીસ ગુમ થયો હતો

ઈન્દોર, તા.૧૮ ઃ મધ્યપ્રદેશના ખરગોનથી ગુમ થયેલ યુવકનો ઈન્દોરની એમ.વાય હોસ્પિટલમાંથી  મૃતદેહ મળી આવ્યો છે. મધ્યપ્રદેશના ખરગોનમાં રામનવમીના દિવસે હિંસા ફેલાઈ ગઈ હતી અને ત્યાર બાદથી ઈબ્રીસ નામના યુવક ગુમ હતા. હવે ઈન્દોરની એમ.વાય હોસ્પિટલમાંથી આ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ઈબ્રીસની ઉંમર ૨૮ વર્ષની જણાવવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે ખરગોનમાં રામનવમી પર શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો અને આગની હિંસા દરમિયાન ભાગડદોડ મચી ગઈ હતી. ત્યારબાદથી ઈબ્રીસ ગુમ થઈ ગયો હતો. તે ૧૦ એપ્રિલ બાદથી ગુમ હતા. ૧૦ એપ્રિલે રામનવમીના શોભાયાત્રામાં થયેલી હિંસા બાદથી તેમનો પરિવાર તેમને શોધી રહ્યો હતો પરંતુ સફળતા ન મળતા ૧૪ એપ્રિલે ખરગોન પોલીસ સ્ટેશનમાં તેમના ગુમ થવાનો કેસ નોંધાવવામાં આવ્યો હતો અને ત્યારબાદથી પોલીસ તેમની તલાશ કરી રહી હતી. ૧૭ એપ્રિલે રાત્રે પોલીસ સૂચના પર પરિવારજનો ઈન્દોરની એમ.વાય હોસ્પિટલમાં પહોંચ્યા હતા જ્યાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

 

(8:15 pm IST)