Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

લેફટનન્ટ જનરલ મનોજ પાંડે દેશના નવા ૨૯ માં આર્મી ચીફ તરીકે નો કાર્યકર સંભાળશે

લેફ્ટનન્ટ જનરલ મનોજ નરવણે પાંડે પ્રથમ એન્જિનિયર છે અને જનરલ મનોજ કાર્યકાળ પૂર્ણ થતાં તેમનું સ્થાન લેશે

લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે ની આર્મી ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે.આર્મી ચીફ તરીકે નિયુક્ત થનાર તેઓ પ્રથમ એન્જિનિયર છે.તેઓ આર્મી સ્ટાફના 29માં વડા તરીકે કાર્યભાર સંભાળશે. લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે આર્મી ચીફ તરીકે કાર્યભાર સંભાળનાર કોર્પ્સ ઓફ એન્જિનિયર્સ  ના પ્રથમ અધિકારી હશે.

તેઓ જનરલ મનોજ મુકુંદ નરવણેનું સ્થાન લેશે. જનરલ મનોજ મુકુંદ નરવણેનો 28 મહિનાનો કાર્યકાળ 30 એપ્રિલે પૂરો થઈ રહ્યો છે.

પાંડે નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી

સંરક્ષણ મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી કે, સરકારે લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેની આગામી આર્મી સ્ટાફ તરીકે નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. લેફ્ટનન્ટ જનરલ પાંડે નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમને ડિસેમ્બર 1982માં કોર્પ્સ ઓફ એન્જિનિયર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પલ્લનવાલા સેક્ટરમાં ઓપરેશન પરાક્રમ દરમિયાન એન્જિનિયર રેજિમેન્ટ તરીકે કમાન સંભાળી હતી.

 

(8:56 pm IST)