Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

જુનિયર એડવોકેટ્સને માસિક સ્ટાઈપેન્ડ મળવું જોઈએ : વકીલોએ નોંધણી માટે સ્ટેટ બાર કાઉન્સિલને ₹16,000 ચૂકવવા પડે છે, તેમ છતાં તેમના માટે સ્ટાઈપેન્ડ લાભોની કોઈ જોગવાઈ નથી : છત્તીસગઢ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી : નામદાર કોર્ટે રાજ્ય સરકાર ,સેન્ટ્રલ તથા સ્ટેટ બાર કાઉન્સિલનો ખુલાસો માંગ્યો :10 સપ્તાહમાં જવાબ આપવા નિર્દેશ

છત્તીસગઢ : જુનિયર એડવોકેટ્સને માસિક સ્ટાઈપેન્ડ મળવું જોઈએ .વકીલોએ નોંધણી માટે સ્ટેટ બાર કાઉન્સિલને ₹16,000 ચૂકવવા પડે છે, તેમ છતાં તેમના માટે સ્ટાઈપેન્ડ લાભોની કોઈ જોગવાઈ નથી . છત્તીસગઢ હાઈકોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજીના અનુસંધાને નામદાર કોર્ટે રાજ્ય સરકાર ,સેન્ટ્રલ તથા સ્ટેટ બાર કાઉન્સિલનો ખુલાસો માંગ્યો છે.તથા 10 સપ્તાહમાં જવાબ આપવા નિર્દેશ કર્યો છે.  [સના મેમન અને અન્ય વિ. રાજ્ય છત્તીસગઢ અને અન્ય]

વકીલોએ નોંધણી માટે સ્ટેટ બાર કાઉન્સિલને ₹16,000 ચૂકવવા પડે છે, તેમ છતાં તેમની પ્રારંભિક પ્રેક્ટિસ દરમિયાન વકીલોના કલ્યાણ માટે સ્ટાઈપેન્ડ લાભોની કોઈ જોગવાઈ નથી, અરજીમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું.

મુખ્ય ન્યાયાધીશ અરૂપ કુમાર ગોસ્વામી અને ન્યાયમૂર્તિ ગૌતમ ચૌરડિયાની ડિવિઝન બેન્ચે એડવોકેટ સના મેમન અને કાયદાના અંતિમ વર્ષના વિદ્યાર્થી સિદ્ધાંત દાસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર નોટિસ જારી કરી હતી.

કોવિડ-19 રોગચાળા પછી, જુનિયર એડવોકેટ્સની સ્થિતિ વધુ ખરાબ થઈ છે, તેમ  જણાવાયું હતું.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં, કેરળની બાર કાઉન્સિલે બારમાં ત્રણ વર્ષથી ઓછી પ્રેક્ટિસ ધરાવતા અને ₹1 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા વકીલોને દર મહિને ₹5,000 સુધીના સ્ટાઈપેન્ડની ચુકવણી માટેના નિયમોની સૂચના આપી હતી.

આવા લાભો માટે પાત્ર બનવા માટે, નિયમો અનુસાર વકીલની ઉંમર 30 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(9:12 pm IST)