Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા આક્રમક પહેલા ભાજપ દેશદ્રોહી કહેતા એ ભાજપ માટે હાર્દિક સારો બની ગયો : ભાજપમાં હાર્દિક જોડાશે તેવી ચર્ચા વચ્‍ચે ઇટાલીયાનું નિવેદન સામે આવ્‍યું

ગોપાલ ઈટાલિયા હાર્દિક પટેલને આપી ચૂક્યા છે આમંત્રણ

નવી દિલ્‍હી :  AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવા ચર્ચાઓ વચ્ચે એક નિવેદન આપતા કહ્યું હતું કે અત્યાર સુધી ભાજપ હાર્દિકને દેશદ્રોહી કહેતા હતા હવે ચૂંટણી આવતા એ ભાજપ માટે હવે હાર્દિક સારો બની ગયો.

મને લાગે કે તમારી સાથે આવી શકે તેમ છે તો સારી વાત કરવાની, આ કેવી માનસિકતા ભાજપ દાખવી રહી છે. હાર્દિક પટેલની

ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું?
અત્યાર સુધી જે ભાજપ વાળા હાર્દિકને દેશ દ્રોહી ગુજરાત વિરોધી આમ તેમ ગમે તેમ બોલતા તેમણે હવે હાર્દિક સારો લાગી રહ્યો છે. એ તો ભાજપને પૂછવું પડે કે આ ક્યાં પ્રકારની માનસિકતા છે. જે તમારા વિરોધમાં હોય તેના વિષે ખરાબ બોલવાનું જ્યારે તમને એવું લાગે કે આની જરૂર છે ત્યારે તે અચાનક સારો બની જાય છે. ભાજપે પોતાની માનસિકતાનો ખુલાસો કરવો જોઈએ.

ગત સપ્તાહમાં હાર્દિક પટેલની નારાજગી બધા સામે આવી ગઈ હતી તે કોંગ્રેસ છોડે છે તેવી વાતો પણ વહેતી થઈ હતી ત્યારે AAP દ્વારા હાર્દિક પટેલને ખુલ્લુ આમંત્રણ આપી દેવામાં આવ્યું છે. 3 દીવસ પહેલા ગોપાલ ઈટાલિયા મીડિયા સામે કહ્યું હતું કે અમે હાર્દિકને પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપીએ છીએ અને અમારી લાગણી છે કે તેઓ AAPમાં જોડાય.

આ અગાઉ એક તરફ ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યા છે એવામાં કોંગ્રેસથી કથિત રીતે નારાજ ચાલતા હાર્દિક પટેલે તેમની સાથે બેઠક યોજી હતી. રાજકોટમાં 3 કલાક સુધી હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. જે બાદ હાર્દિક પટેલ દિલ્લી પહોંચ્યા હતા. દિલ્લીમાં હાર્દિકે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક કરી હતી. હાર્દિક પટેલે અવગણના થતી હોવાની ફરિયાદ કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલ સમક્ષ ફરિયાદ કરી હતી. તો સામે કે.સી. વેણુગોપાલે હાર્દિકને પક્ષને નુકસાન થાય તેવા નિવેદનો જાહેરમાં ન કરવા ઠપકો આપ્યો હતો.

હાર્દિકે પોતાની ફરિયાદોની રજૂઆત પ્રભારી રઘુ શર્માને પણ કરી હતી. ત્યારે હવે હાઇ કમાન્ડ હાર્દિકની ફરિયાદ અંગે હાઇકમાન્ડ રઘુ શર્મા પાસે રિપોર્ટ માંગશે તેમજ આગામી સમયમાં હાર્દિક પટેલની જવાબદારી પણ નક્કી કરાશે. તો આ તરફ હાર્દિકની રજૂઆત બદલ ફરિયાદોનું નિરાકરણ લાવવા વેણુગોપાલે પણ હાર્દિકને ખાતરી આપી હતી.

(11:00 pm IST)