Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

દેશની મોટી આઇટી કંપની વિપ્રોમાં નવા કન્‍ટ્રી હેડના પગલા પડયા : વિપ્રોમાં નવા કન્‍ટ્રી હેડ તરીકે સત્‍ય ઇશ્‍વરનની નિમાયા : ભારતીય વ્‍યવસાયને મજબૂત કરવાની જવાબદારી રહેશે : સત્ય ઇશ્વરન મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે

નવી દિલ્‍હી ઇશ્વરન અગાઉ કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 'ઈશ્વરન ક્લાઈન્ટસને વિપ્રોની ક્ષમતાઓ અને ક્લાઉડ, ડિજિટલ, એન્જિનિયરિંગ આર એન્ડ ડી, ડેટા/એનાલિટિક્સ અને સાયબર સિક્યુરિટીમાં વિપ્રોની ક્ષમતાઓ અને કંપનીના રોકાણોનો લાભ ઉઠાવવામાં મદદ કરશે જેથી ગ્રાહકોને તેમના વેપાર અને ડિજિટલ બદલાવ લાવવાની મુહિમાં સફળ થઈ શકે છે.

KPMG ઇન્ડિયા સાથે સંકળાયેલા હતા, જ્યાં તેઓ ટેલિકોમ, મીડિયા અને ટેક્નોલોજી (TMT) માટે બિઝનેસ કન્સલ્ટિંગ હેડ હતા. તે અગાઉ એસેન્ચર ઇન્ડિયાની સાથે જોડાયેલા હતા. Accenture India અને KPMGની સાથે ભારત અને યુ.એસ.માં કામ કરતી વખતે તેમણે મેનેજમેન્ટ કન્સલ્ટિંગથી સંકળાયેલી અનેક લીડરશીપ પદો સંભાળ્યા હતા જેમનું ધ્યાન સૉફ્ટવેર-એજ-એ-સર્વિસ (SaaS), ક્લાઉડ, ડિજિટસ, સ્ટ્રેટજી અને ટ્રાન્સફોર્મેશન પર હતું.

સત્ય ઇશ્વરન મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે અને અમેરિકન સાન્ટા ક્લેરા યુનિવર્સિટીમાંથી ફાઈનાન્સ અને ઈન્ટરનેશનલ બિઝનેસમાં MBA કર્યું છે. નોંધનીય છે કે, એનએસઈ પર આજે વિપ્રોનો શેર 3.34 ટકા ગગડીને 540.55 રૂપિયાનો ભાવે બંધ થયો હતો.

(11:04 pm IST)