Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

શ્રેયસ અપ્‍પરની સફળ કેપ્‍ટનશીપ : IPL 2022 ની 30મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ના કેપ્ટન શ્રેયસ અય્યરે (Shreyas Iyer) ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની એક ફેન ગર્લ ખૂબ જ ખાસ પોસ્ટર લઈને પહોંચી હતી

રવિ શાસ્ત્રીએ શ્રેયસ અય્યરની કેપ્ટનશિપની કરી પ્રશંસા

મુંબઇ : મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022 ની 30મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ના કેપ્ટન શ્રેયસ અય્યરે (Shreyas Iyer) ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની એક ફેન ગર્લ ખૂબ જ ખાસ પોસ્ટર લઈને પહોંચી હતી.

આ પોસ્ટર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સની આ ફેન ગર્લ ટીમના કેપ્ટન શ્રેયસ અય્યર સાથે લગ્ન કરવા માંગે છે. આ પોસ્ટર પર લખ્યું છે: મારી માતાએ મને છોકરો શોધવાનું કહ્યું છે, તો શું તમે (શ્રેયસ અય્યર) મારી સાથે લગ્ન કરશો? ફેન્સ આ પોસ્ટરને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે.

નોંધપાત્ર રીતે, રાજસ્થાન રોયલ્સ આ મેચમાં 3 ફેરફારો સાથે ઉતરી છે. આ સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. રાજસ્થાનની ટીમમાં આજે કરુણ નાયર, ઓબેદ મેકકોય અને ટ્રેન્ટ બોલ્ટને તક મળી છે. તે જ સમયે કેકેઆરની ટીમમાં શિવમ માવીની વાપસી થઈ છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી એ શ્રેયસ અય્યર ની કેપ્ટનશિપની કુશળતાની પ્રશંસા કરી છે. કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન તરીકે પોતાની અસર છોડનાર શ્રેયસ અય્યર વિશે રવિ શાસ્ત્રી માને છે કે મુંબઈનો આ ખેલાડી સ્વાભાવિક નેતા છે. શ્રેયસ અય્યરને IPL 2022 માં કોલકાતાની આગેવાની કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેની કપ્તાનીમાં ટીમે ત્રણ મેચ જીતી છે. જ્યારે ત્રણ મેચમાં હારનો પણ સામનો કરવો પડ્યો છે. રવિ શાસ્ત્રીએ દાવો કર્યો છે કે જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધશે તેમ તેમ શ્રેયસ કેપ્ટન તરીકે વધુ સારો થશે.

રવિ શાસ્ત્રીએ સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું, શ્રેયસ અય્યર માટે કેપ્ટન્સી સ્વાભાવિક બાબત છે. તેની આક્રમક કેપ્ટનશીપ જુઓ, તમને નહીં લાગે કે તે પહેલીવાર કોલકાતા ટીમને લીડ કરી રહ્યો છે. એવું લાગે છે કે તે છેલ્લી ત્રણ કે ચાર સીઝનથી ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે અને આ તેના વિચારોની સ્પષ્ટતામાં પ્રતિબિંબિત થાય છે.

(11:28 pm IST)