Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

કુર્રાન સળગાવવાના પ્રશ્‍ને સ્‍વીડનમાં ઠેર-ઠેર તોફાનો, પોલીસે ૧૭ લોકોની ધરપકડ કરી સતત ૪ દિવસની હિસાનોરશિંગ ઉપરાંત લિશોપિંગ પાટનગર સ્ટોકહોમ, ઓરેબરો, લેન્ડસ્ક્રોના અને માલમોમાં પણ રમખાણો

સ્ટોકહોમ : સ્વીડનનાં અનેક શહેરોમાં યોજાયેલા દેખાવો દરમિયાન કુર્રાન-એ-શરીફ જલાવવાની ઘટના બની હતી. દેશનાં કેટલાએ શહેરોમાં છેલ્લા ૪ દિવસથી વ્યાપક હિંસા થઈ રહી છે. રવિવારે રમખાણકારોને ચેતવણી આપવા પોલીસે હવામાં ગોળીબાર કર્યા હતા.

પ્રાપ્ય અહેવાલો પ્રમાણે નોરશોવિંગ શહેરમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા અને પોલીસે ૧૭ લોકોની ધરપકડ કરી છે.

નોરશિંગ ઉપરાંત લિશોપિંગ પાટનગર સ્ટોકહોમ, ઓરેબરો, લેન્ડસ્ક્રોના અને માલમોમાં પણ રમખાણો અને જૂથ અથડામણોના સમાચાર મળ્યા છે.

આ તોફાનોનું કારણ તે છે કે, ડેનિશ નેતા રેસમસ પાલુદાનની બેઠકો પછી અને સ્વીડનમાં જુદા જુદા શહેરોમાં કુર્રાન સળગાવવાની યોજના પછી આ હિંસા ભડકી ઉઠી હતી. વ્યવસાયે વકીલ તેવા પાલુદાન મુળ તો સ્વીડનના નાગરિક છે. તેમની પાર્ટી બહારના લોકોના વસવાટ વિરોધી તથા ઇસ્લામ-વિરોધી એજન્ડા પર કામ કરી રહી છે. બીબીસી જણાવે છે કે પાલુદાને તો જાહેર કરી દીધું છે કે તેમણે ઇસ્લામની સૌથી પવિત્ર ચીજ ને સળગાવી દીધી છે અને તેવું તેઓ કરતા જ રહેશે.

દરમિયાન ચાર દિવસથી ચાલી રહેલી હિંસામાં ૧૬ પોલીસ ઘાયલ થયા છે. સ્ટોકહોમ તેના ઉપનગરો લિંશોપિંગ અને નોરશોપિંગમાં કેટલાએ પોલીસ વાહનોને આગ લગાડવામાં આવી છે.

કુર્રાન સળગાવવાની ઘટના પછી ફાટી નીકળેલા તોફાનો શુક્રવારે વધુ વ્યાપક બન્યા હતાં. એક બસ અને અન્ય વાહનોને દેખાવકારોએ આગ લગાડી દીધી હતી. તોફાનો શમતા નથી

(11:30 pm IST)