Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

યુનોના મહામંત્રીનું કહેવુ છે કે યુક્રેન યુધ્‍ધના પરિણામે વિશ્‍વનો પાંચમાંથી વધુ ભાગ ભૂખમરાની કતાર પર આવી ગયો છે : ૧૭ અબજથી વધુ ગરીબી, ભૂખમરાનો ભોગ બને તેમ છે

યુનો : યુક્રેન યુદ્ધનાં અનુસંધાનમાં ગંભીર ચેતવણી ઉચ્ચારતાં, યુનોના મહામંત્રી એન્ટોનિયો ગુટેર એ જણાવ્યું હતુ કે, વિશ્વની વસ્તીનો પાંચમાંથી વધુ ભાગ ભૂખમરાની કગાર પર આવી ગયો છે.

એટલે કે દુનિયાના ૧.૭ અબજ વધુ લોકો ગરીબી અને ભૂખમરામાં ડૂબી જાય તેમ છે.

ગુટેર એ રવિવારે ''ચેક સેજતામ્ જપાવી'' પબ્લિકેશનને આપેલા એક ઈન્ટવ્યુમાં કહ્યું હતુ કે આપણે બધાએ યુક્રેનમાં ફેલાઈ રહેલી ત્રાસજનક ઘટનાઓ જોઈ રહ્યા છિએ. પરંતુ તે યુદ્ધે તેના સીમાડાઓ વટાવી એક મૂક આક્રમણ શરૂ કરી દીધું છે. તેથી જે સંકટ ઊભું થયું છે. તે દુનિયાના ૧.૭ અબજ લોકો એટલે કે કુલ માનવ વસ્તીના પાંચમા ભાગથી વધુ લોકોને ગરીબી અને ભૂખમરાની હાલતમાં ધકેલી રહ્યું છે. આવી પરિસ્થિતિ તો આપણે છેલ્લા કેટલાએ દાયકાઓમાં જોઈ નથી.

તેમણે વધુમાં કહ્યું હતુ કે વિશ્વમાં ઘઉં અને જવનો ૩૦ ટકા હિસ્સો તો, યુક્રેન અને રશિયામાંથી આવે છે. મકાઈનો પાંચમો ભાગ અને સુર્યમુખીનાં તેલનો તો અર્ધાથી વધુ ભાગ તે દેશોમાંથી જ આવે છે. આ આંકડાઓને ધ્યાનમાં રાખી ગુટેરએ કહ્યું હતુ કે ઓછા વિકસિત તેવા ૪૫ દેશો તો, તેમની ઘઊંની જરૂરિયાતનો ત્રીજા કરતાંએ વધુ હિસ્સો રશિયા અને યુક્રેનમાંથી જ આયાત કરે છે.

આ સાથે સંયુક્ત-રાષ્ટ્રોના આ મહામંત્રીએ કહ્યું હતુ કે યુક્રેન-સંકટને લીધે અન્નની નિકાસ તે બંન્ને દેશોએ બંધ કરી છે. તેથી અન્નની ''સપ્લાય-ચેઈન'' તૂટી ગઈ છે, અનાજના ભાવો આકાશને સ્પર્શી રહ્યા છે.

૨૦૨૨ના પ્રારંભ પછી ઘઉં અને મકાઈના ભાવમાં ૩૦ ટકાનો વધારો થયો છે. બ્રેન્ટના-ક્રુડ-તેલના ભાવમાં ૬૦ ટકાનો વધારો થયો છે. જ્યારે ગેસ અને ખાતરોની કિંમત બમણાથી પણ વધુ થઈ ગઈ છે.

આ સાથે ગુટેરએ વૈશ્વિક સુધારા માટે પણ એલાન આપ્યું હતુ કે હવે, વૈશ્વિક સ્તરે સુધારા કરવાની જરૂર છે. તેમાં વિત્તીય પ્રણાલી (નાણાંકીય પરંપરા) પણ બદલવા અનિવાર્ય છે. વર્તમાન પ્રણાલી શ્રીમંતને શ્રીમંત બનાવી રહી છે. જ્યારે ગરીબ વધુ ગરીબ બનતો જાય છે.

આંતર-રાષ્ટ્રીય-મુદ્રા કોષ (IMF)નાં મેનેજિંગ-ડાયરેક્ટર કિસ્ટાલિયા જ્યોર્જીયાએ, ગુરુવારે કહ્યું હતુ કે, યુક્રેન યુદ્ધ ૧૪૩ અર્થતંત્રોનાં વૃદ્ધિ દરમાં પૂર્વાનુમાનો ને ઘટાડી આપશે. જે વૈશ્વિક GDP, નો આંકના ૮૬% જેટલો થાય છે.

વિશ્વ બેંક, IMF વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (W F P) વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) દ્વારા એક સંયુક્ત નિવેદન પ્રસિદ્ધ કરી યુક્રેન સંકટ વચ્ચે ખાદ્ય સુરક્ષા ઉપર લક્ષ્‍ય આપવા તત્કાળ અને સમન્વિત કાર્યવાહી કરવા એલાન અપાયું છે

(11:31 pm IST)