Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

રાજસ્થાન ભાજપના વિધાનસભાના વિપક્ષી નેતા માતા સિતાને લઇને વિવાદીસ્‍પદ ટીપ્‍પણી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે તેમણે ચિતોડગઢના બોહડામાં સભામાં નિવેદન કર્યુ : વિવાદો સાથે તેમનો જુથો નાતો છે

ઉદયપુર,: રાજસ્થાનમાં ભાજપના વિધાનસભામાં વિપક્ષ નેતા ગુલાબચંદ કટારિયાનું એક વિવાદાસ્પદ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. કટારિયાએ પહેલા ભગવાન શ્રીરામ અંગે એક નિવેદન કરેલું અને હવે મા સિતાને લઇને વિવાદાસ્પદ ટીપ્પણી કરી હોવાનું જાણવા મળે છે.

કટારિયાએ ચિતોડગઢના બોહડામાં એક સભાને સંબોધિત કરતા કહયું કે રાવણે સીતાનું અપહરણ કરીને કોઇ મોટો અપરાધ કર્યો ન હતો કારણ કે રાવણે તેમને સ્પર્શ પણ કર્યો ન હતો.અગાઉ ઓગસ્ટ 2021માં કટારિયાએ રાજસ્થાનમાં એક પેટા ચુંટણીમાં સભા સંબોધતા કહેલું કે જો ભાજપ ના હોતતો રામ હજુ સમુદ્રમાં જ હોત.

આમ વિવાદો સાથે તેમનો જુનો નાતો છે.

કટારિયાના તાજેતરના વિવાદીત બયાનનો વીડિયો વિધાનસભાની વલ્લભનગર બેઠકના પૂર્વ ધારાસભ્ય રણધીરસિંહ ભીંડરે શેર કરીને ટીકા કરી હતી. ટીકા કરતા લખ્યું કે કટારિયા માને છે કે રાવણ સિધ્ધાંતવાદી માણસ હતો જેને કોઇ મોટો અપરાધ કર્યો ન હતો. અપહરણ તો એક સામાન્ય વાત છે તેને સ્પર્શ તો કર્યો જ ન હતો. રાવણે કોઇ ગુનો ના કર્યો હોયતો એ રીતે કટારિયાજી સંપૂર્ણ રામાયણને જ ખોટી ઠરાવી રહયા છે. ભગવાન રામનો અવતાર જ રાક્ષસોને મારવા માટે થયો હતો.

 

(11:33 pm IST)