Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

બારામુલ્‍લામાં ઘૂંટણ સમા બરફમાં દેશની રખેવાળી કરતા જવાનો : વીડીયો વાઇરલ થયો

હેવી બરફવર્ષાને કારણે ઘૂંટણ સુધી બરફના થર જામી રહ્યાં છે અને તાપમાન પણ શૂન્યથી 20 ડિગ્રી નીચે છે

જમ્‍મુ : આપણા દેશના જવાનો ગામે તેવી પરિસ્‍થિતિમાં શ્રેષ્‍ઠ ફરજ બજાવે છે. હવે જમ્મુ કાશ્મીરના બારામુલામાં ઘૂંટણ સમા બરફમાં દેશની રખેવાળી કરી રહેલા ભારતીય સેનાના જવાનોનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો જોઈને તમે જરુરથી સેલ્યુટ કરશો. હાલમાં બારામુલામાં ઊંચાણવાળા વિસ્તારમાં ચારેબાજુએ હેવી બરફવર્ષા થઈ રહી છે અને આને કારણે ઘૂંટણ સુધી બરફના થર જામી રહ્યાં છે અને તાપમાન પણ શૂન્યથી 20 ડિગ્રી નીચે છે. આવી ઠંડીમાં સરહદની ચોકી કરવી નાના છોકરાના ખેલ  નથી. એ તો જવાનો ચોકી કરી રહ્યાં છે ત્યારે દેશ સલામત છે. અન્યથા કંઈ પણ થઈ શકે. આપણે દેશના જવાનોની સલામતીની દુઆ કરી શકીએ અને તેમના વાળ પણ વાંકો ન થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. 

 

કેવી આકરી સ્થિતિમાં રહીને પણ દેશ સેવા કરી રહ્યાં છે જવાનો તેનો એક વીડિયો ઈન્ડીયન આર્મીએ જારી કર્યો છે. વીડિયો બારામુલાનો છે જેમાં જોઈ શકાય છે કે ભારે બરફવર્ષાની વચ્ચે સેનાના જવાન અંકૂશરેખાએ ચોકી કરી રહ્યાં છે. આવી ઠંડીમાં આપણે ઘેરથી દૂર જઈ પણ શકતા નથી ત્યારે દેશના જવાનો કેવી રીતે ત્યાં ટકી રહેતા હશે તેનો જરા વિચાર કરો અને તેમની સલામતીની દુઆ કરીએ. 

 

(12:00 am IST)