Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

પુત્રની ટિકિટ માટે સાંસદપદ જતું કરવા રીટા બહુગુણા તૈયાર

યુપીમાં ચૂંટણી પહેલાંજ ભાજપની મુશ્કેલીમાં વધારો : જો પાર્ટીએ એવો નિયમ બનાવ્યો હોય કે એક જ પરિવારમાંથી એક જ વ્યક્તિને ટિકિટ અપાશે અને જો મારા પુત્રને ટિકિટ મળે છે તો હું રાજીનામુ આપવા તૈયાર

લખનૌ, તા.૧૮ : યુપી ભાજપમાંથી પહેલા સંખ્યાબંધ ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા હતા અને હવે પાર્ટીમાં ટિકિટ માટે મગજમારી શરુ થઈ છે. ભાજપના સાંસદ રીટા બહુગુણા જોષી પણ પાર્ટીથી નારાજ છે.તેમણે કહ્યુ હતુ કે, મારો પુત્ર ૧૨ વર્ષથી ભાજપમાં કામ કરી રહ્યો છે અને તેણે ટિકિટ માંગી છે.જે તેનો અધિકાર છે. રીટા બહુગુણા જોષીના પુત્રે લખનૌની ટિકિટ માંગી છે ત્યારે તેમણે કહ્યુ છે કે, જો પાર્ટી મારા પુત્રને ટિકિટ આપશે તો હું સાંસદ તરીકે રાજીનામુ આપવા માટે તૈયાર છું.આ વાત મેં પાર્ટીને પણ જણાવી દીધી છે.

તેમણે કહ્યુ હતુ કે, જો પાર્ટીએ એવો નિયમ બનાવ્યો હોય કે એક જ પરિવારમાંથી એક જ વ્યક્તિને ટિકિટ અપાશે અને જો મારા પુત્રને ટિકિટ મળે છે તો હું રાજીનામુ આપવા તૈયાર છું.૨૦૨૪માં હું લોકસભા ચૂંટણી પણ લડવાની નથી.આ એલાન હું પહેલા જ કરી ચુકી છે. ભાજપમાં ઘણા નેતાઓ એવા છે જેમણે પોતાના સંતાનો માટે ટિકિટ માંગી છે અને રીટા બહુગુણા જોષી તેમાંના એક છે.

(12:00 am IST)