Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ગુજરાતમાં આજે પીક આવવાની શકયતાઃ ત્રીજી લહેરમાં રોજ ૪ લાખ કેસ મળવાની આશંકા નથીઃ નિષ્‍ણાંતનો દાવો

કયા રાજ્‍યમાં ક્‍યા પીક આવશે ? એ બાબતે અભ્‍યાસના નતીજાઓ જાહેર કરતા નિષ્‍ણાંત

નવી દિલ્‍હી, તા. ૧૯ :. દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને આઈઆઈટીના પ્રોફેસર અગ્રવાલે પોતાના અભ્‍યાસના પરિણામો જાહેર કર્યા છે. જેમા અનુમાન દર્શાવ્‍યુ છે કે ત્રીજી લહેર દરમ્‍યાન રોજ ૪ લાખથી વધુ કેસ આવવાની શકયતા નથી. અભ્‍યાસમાં દાવો કરવામાં આવ્‍યો છે કે દિલ્‍હી, મુંબઈ અને કોલકત્તામાં પીક આવી ચૂકેલ છે અને દેશની વાત કરીએ તો ૨૩ જાન્‍યુઆરીએ પીક આવી શકે છે.
આ અભ્‍યાસ કોવિડ ટ્રેકરના સૂત્ર મોડલના આધાર પર કરવામાં આવેલ છે. જે અનુસાર દિલ્‍હી તથા મુંબઈ આ મહિનાના બીજા સપ્તાહમાં પીક પર પહોંચી ચૂકયા હતા. અભ્‍યાસમાં દાવો કરવામાં આવ્‍યો છે કે ૧૧ જાન્‍યુઆરી સુધીના આંકડાથી સંકેત મળે છે કે ૨૩ જાન્‍યુઆરી સુધીમાં દેશમા પીક આવી શકે છે અને લગભગ ૭.૨ લાખ કેસ રોજ મળી શકે છે, પરંતુ સંક્રમણનો વાસ્‍તવિક પથ પહેલેથી જ ઘણો બદલાય ચૂકયો છે તેથી અસલ પીકના સમયે ૪ લાખ કેસ રોજ આવવાની સંભાવના નથી.
દિલ્‍હીના અધિકારી સંકેત આપે છે કે ત્‍યાં પીક આવી ચૂકેલ છે કારણ કે ત્‍યાં દૈનિક નવા કેસની સંખ્‍યા સ્‍થિર થઈ ગઈ છે. પીકને લઈને આંકડાઓ અનુમાન પર આધારીત છે.
આસામમાં ૨૬ જાન્‍યુઆરી, બિહારમાં ૧૭ જાન્‍યુઆરી, યુપીમાં ૧૯ જાન્‍યુઆરી, મહારાષ્‍ટ્રમાં ૧૯, કર્ણાટકમાં ૨૩, આંધ્રમાં ૩૦, ગુજરાતમાં ૧૯, તામીલનાડુ ૨૫, દિલ્‍હી ૧૬ અને મુંબઈ ૧૨ જાન્‍યુઆરીએ પીક આવી ગયેલ છે અથવા તો આવવાની શકયતા છે.
અગ્રવાલના જણાવ્‍યા પ્રમાણે એક તો નબળી ઈમ્‍યુનીટીવાળામાં ઓમિક્રોનનો ફેલાવો ધીમો પડી ચૂકયો હોય ચિંતા કરવા જેવુ નથી. હોસ્‍પીટલમાં દાખલ થવાના કેસ ઘણા ઓછા છે.

 

(10:17 am IST)