Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

નિવૃત્તિ વય ઘટાડવાનો બેંકનો નિર્ણય અતાર્કિક : સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના કર્મચારીઓની નિવૃત્તિ ઉંમર 60 થી ઘટાડીને 58 વર્ષ કરવામાં આવી : જે સમયગાળા દરમિયાન અરજદારો સેવામાંથી બહાર રહ્યા હતા તે સમયગાળા માટે ત્રણ મહિનાની અંદર પગાર ચૂકવી દેવા રાજસ્થાન હાઈકોર્ટનો આદેશ

રાજસ્થાન : સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના કર્મચારીઓની નિવૃત્તિ ઉંમર 60 થી ઘટાડીને 58 વર્ષ કરવામાં આવી હતી . જે માટે બેંકે એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં નિવૃત્તિ વય 60 થી ઘટાડીને 58 વર્ષ કરવામાં આવી હતી. આથી અસરગ્રસ્ત કર્મચારીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
જેના અનુસંધાને જસ્ટિસ રેખા બોરાનાએ અવલોકન કર્યું હતું કે, "અરજીકર્તાઓ જે સમયગાળા દરમિયાન સેવામાંથી બહાર રહ્યા હતા તે સમયગાળા માટેના પગાર માટે હકદાર હશે. આ આદેશની નકલ મળ્યાની તારીખથી ત્રણ મહિનાની અંદર તેમને તે ચૂકવવામાં આવશે.

અરજીને મંજૂરી આપતી વખતે, કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો આ સમયગાળામાં પગાર ચૂકવવામાં ન આવે, તો તે વાર્ષિક 6% ના દરે વ્યાજ સાથે ચૂકવવાપાત્ર રહેશે.
ચુકાદો આપતી વખતે નામદાર કોર્ટે  ઉત્તર પ્રદેશ રાજ્ય વિ. દયાનંદ ચક્રવર્તી એન્ડ ઓઆરએસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય ટાંક્યો હતો.જ્યાં એવું માનવામાં આવ્યું હતું કે જો કોઈ કર્મચારીને એમ્પ્લોયર દ્વારા તેની ફરજો નિભાવતા અટકાવવામાં આવે છે, તો કર્મચારીને કામ ન કરવા માટે દોષી ઠેરવી શકાય નહીં, અને ' નો વર્ક નો પે ' નો સિદ્ધાંત લાગુ પડશે નહીં તેવું એલ.એલ.દ્વારા  જાણવા મળે છે.

(2:16 pm IST)