Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

નેપાળમાં ભારતનો ભોજપુરી સુપરસ્ટાર ખેસારીલાલ પ્રસ્તાવિત કાર્યક્રમમાં પહોંચી ન શકતા ચાહકોએ ગાડીઓ સળગાવી

કાઠમંડુ,તા. ૧૯ : ભોજપુરી સિનેમાના સુપર સ્ટાર ખેસારીલાલ યાદવ નેપાળમાં પ્રસ્તાવિત કાર્યક્રમમાં ન પહોંચવા પર ત્યાં ભારે બબાલ થઈ છે. ખેસારીલાલની રાહમાં સવારથી બેઠેલા લોકોને જેવી ખબર પડી કે તે કાર્યક્રમમાં નથી આવ્યા તો તેઓ ઉશ્કેરાયા અને ત્યાં હિંસા શરુ થઈ ગઈ. ભીડે સ્ટેજ પર તોડફોટ શરુ કરી દીધી હતી. સેંકડો ખુરશી અને હાજર ગાડીઓમાં ભીડે આગ લગાવી દીધી હતી.

હકિકતમાં નેપાળના સુનસરી જિલ્લાના બુર્જ મહોત્સવના અંતિમ દિવસે એટલે મંગળવારના ભોજપુરી સુપર સ્ટાર અને ગાયક ખોસારીલાલ યાદવનો કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમની ૩૦૦ ટિકિટ વેચવામાં આવી હતી. અંતિમ સમયમાં જયારે ખેસારીલાલ યાદવ કાર્યક્રમમાં હાજર ન રહ્યા તો લોકો ઉશ્કેરાયા અને સ્ટેજ પર તોડફોડ કરવા લાગ્યા. એટલું જ નહીં ત્યાં હાજર ગાડીઓને સળગાવી દીધી હતી.

એવું નહોંતુ કે કાર્યક્રમ માટે ખેસારીલાલ યાદવ નેપાળમાં હાજર નહોંતા. હકિકતમાં કોરોનાને જોતા સ્થાનીય પોલીસે આ ક્રાયક્રમ અટકાવી દીધો હતો. જે બાદ ખોસારીલાલ યાદવને વિરાટનગરના એસિયતિકા હોટલમાં રોકી દીધો અને તેમને કાર્યક્રમ સ્થળે જવા દેવામાં ન આવ્યા. ઉલ્લેખનીય છે કે ખેસારીલાલ યાદવ ભોજપુરીથી સૌથી ચર્ચિત અભિનાતા અને ગાયક છે અને તેમના વીડિયો તેમના ફેન્સ બહું પસંદ કરે છે.

(2:35 pm IST)