Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ગોવા વિધાનસભા ચૂંટણી : AAP ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે એડવોકેટ અમિત પાલેકર : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે અમિત પાલેકરને નિયુક્ત કર્યા : પાર્ટી રાજ્યના તમામ મતવિસ્તારોમાંથી ચૂંટણી લડશે

પણજી : આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજરોજ બુધવારે ગોવાની રાજધાની પણજીમાં આયોજિત પ્રેસ બ્રીફિંગમાં પાર્ટીના  મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે એડવોકેટ અમિત પાલેકરને નિયુક્ત કર્યા હોવાની  જાહેરાત કરી હતી. કેજરીવાલે ઉમેર્યું હતું કે, પાર્ટી રાજ્યના તમામ મતવિસ્તારોમાંથી ચૂંટણી લડશે.
પાલેકર સેન્ટ ક્રુઝ મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે, અને તે ઓબીસી સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે જેની વસતી રાજ્યમાં 35 ટકા છે .

કેજરીવાલે કહ્યું કે પાર્ટીએ ગોવામાં તેના ચૂંટણી પ્રચારના ચહેરા તરીકે કલ્યાણકારી કાર્યો માટે જાણીતા એક પ્રમાણિક માણસને પસંદ કરેલ છે. પાલેકર, સામાજિક કાર્યકર પણ છે, તેઓ ગયા વર્ષે ઓક્ટોબરમાં AAPમાં જોડાયા હતા.
તેઓ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લો માં નિષ્ણાત છે, અને VMS કૉલેજ ઑફ લૉમાં વિઝિટિંગ ફેકલ્ટી છે.

કોવિડ રોગચાળાના બીજા તરંગની ટોચ પર ઓક્સિજન કટોકટી દરમિયાન પાલેકરે મદદ કરી હોવાનું નોંધાયું છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:50 pm IST)