Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

મહારાષ્ટ્ર વિધાનસભામાંથી ભાજપના 12 ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર : ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાથી તેઓ ન તો ફરીથી ચૂંટણી લડી શકે અને ન તો પોતાના મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી શકે : વિધાનસભામાંથી સભ્યને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી બંધારણ દ્વારા પ્રતિબંધિત નથી : બંને પક્ષોની સામસામી દલીલો પૂર્ણ થયા બાદ ખંડપીઠે ચુકાદો અનામત રાખ્યો

ન્યુદિલ્હી : મહારાષ્ટ્ર વિધાનસભામાંથી આશિષ શેલાર સહીત ભાજપના 12 ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદારોના વકીલો અને રાજ્યસરકારના વકીલે સામસામી દલીલો રજુ કરી હતી. જે પૂર્ણ થયા બાદ ખંડપીઠે ચુકાદો અનામત રાખ્યો છે.
સુનાવણી દરમિયાન, જસ્ટિસ એએમ ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સીટી રવિકુમારની બેન્ચે અવલોકન કર્યું હતું કે ધારાસભ્યને એક વર્ષ માટે સસ્પેન્ડ  કરવાની બાબત હકાલપટ્ટી કરતાં પણ ખરાબ છે, કારણ કે તેઓ ન તો ફરીથી ચૂંટણી લડી શકે અને ન તો વિધાનસભામાં તેમના મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી શકે.

મહારાષ્ટ્ર રાજ્ય તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ આર્યમા સુંદરમે દલીલ કરી હતી કે વિધાનસભામાંથી સભ્યને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી બંધારણ દ્વારા પ્રતિબંધિત નથી. તેમણે કલમ 190(4) નો ઉલ્લેખ કરીને કહ્યું કે જો સભ્ય કેલેન્ડર દિવસોમાં નહીં પણ ગૃહની 60 બેઠકોમાં ગેરહાજર હોય તો જ બેઠક ખાલી ગણવામાં આવશે.આથી, ગૃહ દ્વારા આશિષ શેલાર અને અન્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાથી તેમની બેઠકો ખાલી થશે નહીં, એમ તેમણે રજૂઆત કરી હતી.
અરજદારોના વકીલોએ દલીલ કરી હતી કે લોકશાહી એ મૂળભૂત માળખું છે. કોઈ શંકા નથી કે તમે [હાઉસ] નિયમો નક્કી કર્યા છે, તમે તમારા ઘરના માસ્ટર છો, પરંતુ શ્રેયા સિંઘલના કેસની જેમ આ ગેરકાયદેસર, અવ્યવહારુ અને મનસ્વી છે.  માટે તેને તરત જ રદ કરી શકાય છે .
દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સંબંધિત વકીલોને લેખિત નોટિસ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો અને આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

(7:18 pm IST)