Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

યુકેમાં મોટાભાગના કોવિડ પ્રતિબંધો આવતા અઠવાડિયે હટાવવામાં આવશે: પીએમ બોરિસ જોન્સનની જાહેરાત

ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોનસન બ્રિટિશ સંસદમાં બોલી રહ્યા હતા.તેમણે કહ્યું કે દેશમાં સફળ બૂસ્ટર વેક્સિન ડોઝ પ્રોગ્રામ પછી હવે કોવિડ નિયમોમાં રાહત આપવાનું પગલું લેવામાં આવી રહ્યું છે

બોરિસ જ્હોન્સને મોટી જાહેરાત કરી અને કહ્યું કે યુકેમાં મોટાભાગના કોવિડ પ્રતિબંધો આવતા અઠવાડિયે હટાવવામાં આવશે. વધુમાં, તેમણે કહ્યું કે કોવિડ આઈસોલેશનનો સમયગાળો સોમવાર (૨૪ જાન્યુઆરી)થી ઘટીને ૫ દિવસ થઈ જશે. જો કે, તેમણે ચેતવણી આપી હતી કે કોરોના વાયરસનો ઓમિક્રોન પ્રકાર હળવો નથી અને જેમને રસી લીધી નથી તેઓએ ખાસ કાળજી લેવી જોઈએ.

(7:31 pm IST)