Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના નવા અપડેટેડ વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યુ

નવી દિલ્હી, તા.૨૦: આજે ભારતે બાલાસોરમાં ઓડિશાના દરિયાકાંઠે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના નવા અપડેટેડ વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ નવી ટેકનોેલોજી અને અપડેટ્સથી સજ્જ હતી જે સફળતાપૂર્વક પરીક્ષણ બાદ તેની કસોટીમાં પાસ સાબિત થઈ હતી.

બ્રહ્મોસ એક શકિતશાળી આક્રમક મિસાઈલ હથિયાર પ્રણાલી છે જેને સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવી ચુકી છે. સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ભારત અને રશિયાનું સંયુકત સાહસ છે. ભારતના DRDO અને રશિયાનું NPOM મિસાઇલના વિકાસ, ઉત્પાદન અને માર્કેટિંગ માટે સંયુકત રીતે કામ કરે છે. સૂત્રોનું કહેવું છે કે ડીઆરડીઓ અને બ્રહ્મોસ એયરોસ્પેસ આ મિસાઇલના મિત્ર દેશોને નિકાસ કરવા માટે ખુબ જોર લગાવી રહ્યું છે. ડીઆરડીઓએ હાલમાં જ અમેરિકાની સાથે મેડ ઇન ઇન્ડિયા રડારનો કરાર પણ કર્યો હતો. ભારતને અન્ય મિત્ર દેશને પણ મિસાઇલ પ્રણાલીના ઓર્ડર જલ્દીથી મળવાની આશા છે કારણે કેટલાક વધુ દેશોની સાથ પણ આને લઇને કરાર પોતોના અંતિમ તબક્કામાં છે. આ મિસાઇલની ક્ષમતાઓમાં વૃદ્ધિ થઇ છે અને કેટલાક આધુનિક વિશેષતાઓથી લેસ કરવામાં આવ્યું છે. ચીનના વધુ એક પાડોશી દેશ વિયતનામ પણ ભારત પાસેથી આ મિસાઇલ ખરીદી શકે છે.

(2:45 pm IST)