Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

અયોધ્યામાં બગડી શકે છે ભાજપાનું સમીકરણ

જામીન કૌભાંડ મુદ્દાથી સપાને ફાયદો, ભાજપાને નુકસાન

અયોધ્યા તા. ર૦ : ર૦રર વિધાનસભા ચુંટણીમાં અયોધ્યા બેઠક પર જમીન વિવાદનો મુદ્દો ભાજપાને નુકસાન પહોચાડી શકે છે. આ જ કારણથી સપા અને કોંગ્રેસ રામજન્મભૂમિ ટ્રસ્ટની આડમાં કરાયેલ જમીનનું ખરીદ વેચાણ અને મહર્ષિ વિદ્યાપીઠ સાથે મળીને દલિતની જમીન પર છેતરપિંડી કરવાના કેસથી વાતાવરણને ગરમ રાખશે.

અયોધ્યા વિધાનસભા બેઠક ભાજપાનો ગઢ ગણવામાં આવે છે પણ આ ગઢમાં એકવાર સમાજવાદી પાર્ટી ઘુસી ચુકી છે. ર૦૧૭માં સત્તા પર આવ્યા પછી રામમંદિર નિર્માણ અને અયોધ્યાના વિકાસને લઇને ભાજપાએ ફરી એકવાર પોતાની રણનીતી તો તૈયાર કરી છે પણ રમ જન્મભૂમિ ટ્રસ્ટની આડમાં જમીનનું ખરીદ વેચાણ અને મહર્ષિ ટ્રસ્ટ દ્વારા દલિતની જમીન પર છેતરપીંડી કરવાના કેસમાં ભાજપા ધારાસભ્ય અને તેમના અધિકરીઓના નામ સામે આવ્યા પછી હવે સપા, કોંગ્રેસ અને આપ આ મુદ્દાને ગરમ રાખીને દલિત સમાજ વચ્ચે પ્રચાર કરી રહ્યા છે.

(2:47 pm IST)