Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

કોવિડ-૧૯ના સીત્તેર ટકાથી વધુ દર્દીઓ ચાલીસ વર્ષથી વધુ વયના

નવી દિલ્હી,તા. ૨૦:  કોવિડ-૧૯ની પહેલી અને બીજી લહેર વખતે સીત્ત્।ેર ટકાથી વધુ દરદીઓ ચાલીસ વર્ષથી વધુ વયના હતા.

આઇસીએમઆરના ડિરેકટર જનરલ બલરામ ભાર્ગવે પત્રકારોને જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોરોનાના દરદીના મોતના આંકડામાં પહેલી અને બીજી લહેરમાં કોઇ તફાવત નથી, બીજી લહેર વખતે ઓકિસજનની જરૂરિયાત વધી છે, પણ વેન્ટિલેટરની જરૂરિયાત એટલી વધી નથી.

પહેલી લહેર વખતે સૂકી ઉધરસ, ગળામાં દુઃખાવો અને અન્ય લક્ષણો વધારે હતા, પણ બીજી લહેરમાં શ્વાસ લેવામાં મુશ્કેલીનું પ્રમાણ વધારે છે. પહેલી લહેર વખતે ૪૧.૫ ટકા દરદીને ઓકિસજનની જરૂર પડતી હતી, પણ બીજી લહેરમાં ૫૪.૫ ટકા દરદીને એની જરૂર પડશે. બીજી લહેરમાં અસિમ્ટોમેટિક દરદીઓનું પ્રમાણ વધુ છે.

કોવિડ-૧૯ની પહેલી અને બીજી લહેર વખતે સીત્ત્।ેર ટકાથી વધુ દરદીઓ ચાલીસ વર્ષથી વધુ વયના છે.

પહેલી લહેર વખતે ૭૬૦૦ દરદી અને બીજી લહેર વખતે ૧૮૫૫ દરદીના સર્વેક્ષણ બાદ આ અવલોકન કરવામાં આવ્યું છે.

નીતી આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વી. કે. પોલે જણાવ્યું હતું કે પહેલી લહેર વખતે ૩૦ વર્ષથી ઓછી વયના ૩૧ ટકા દરદીઓ હતા અને આ વખતે ૩૨ ટકા દરદીઓ નોંધાયા છે. આમ જુઓ તો એમાં કશો ફરક નથી.

(10:23 am IST)