Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

કોંગ્રેસે સોશિયલ મીડિયાના ચેરપર્સન તરીકે સુપ્રિયા શ્રીંનાતેની કરી નિમણૂંક : ગુજરાતના રોહાન ગુપ્તાની જગ્યા લીધી

રોહન ગુપ્તાને તાત્કાલિક પાર્ટીના પ્રવક્તા તરીકે નિયુક્ત કરાયા

નવી દિલ્હી : કોંગ્રેસે  સુપ્રિયા શ્રીનાતેને તેના સંચાર વિભાગમાં સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે ગુજરાતના રોહાન ગુપ્તાની જગ્યા લીધી છે.

રોહન ગુપ્તાને તાત્કાલિક પાર્ટીના પ્રવક્તા તરીકે નિયુક્ત કરાયા છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે આ અંગે જાણકારી આપી છે.

(1:02 am IST)