Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ અચાનક અરુણાચલ સરહદે પહોંચ્યા: તિબેટ પણ આંટો મારી આવ્યા

રાષ્ટ્રપતિ જિનપિંગે બ્રહ્મપુત્ર નદી પર બની રહેલા બંધનું પણ નિરિક્ષણ કર્યું

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારત સાથે ચાલતા સરહદી વિવાદ વચ્ચે તિબેટનો પ્રયાસ કર્યો. સત્તાનશીન થયાના એક દાયકા પછી જિનપિંગ આ પહેલીવાર તિબેટ ગયા. એમણે ભારતના અરુણાચલ પ્રદેશ પાસે આવેલા ચીનના ન્યિંગથી શહેરનો પ્રવાસ ખેડીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું. એટલું જ નહિ,

રાષ્ટ્રપતિ જિનપિંગે બ્રહ્મપુત્ર નદી પર બની રહેલા બંધનું પણ નિરિક્ષણ કર્યું ચીન અહીં વિશ્વનો સૈાથી મોટો બંધ બાંધી રહ્યું છે, જેનો ભારત સખત વિરોધ કરી રહ્યું છે. ચીન તિબેટથી લઇને ભારત સુધી અત્યંત પવિત્ર મનાતી યારલુંગ ત્સાંગપો અથવા બ્રહ્મપુત્ર નદી પર 60 ગીગાવોટનો મહાકાય બંધ બાંધવાની યોજના ઘડી રહ્યું છે.

ચીનના થ્રી જ્યોર્જ ડેમની સરખામણીમાં બ્રહ્મપુત્રા નદી પર નિર્માણાધીન બંધ ત્રણ ગણી વધુ વિદ્યુત પેદા કરશે. ચીન રેલ્વેની સાથોસાત સડક માર્ગ પણ દુરસ્ત કરી રહ્યું છે. એણે તાજેતરમાં જ બ્રહ્મપુત્રા નદી ખીણની વચ્ચેથી એક રણનીતિરૃપે અતિશય મહત્ત્વપૂર્ણ હાઇવે તૈયાર કર્યો છે. આ હાઇવે મેડોન કાઉન્ટિને જોડે છે, જેની સરહદ અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલી છે.

ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ એવા સમયે અરુણાચલ પ્રદેશના પ્રવાસે ગયા છે કે જયારે તાજેતરમાં જ ચીનમાં પહેલી વાર સંપૂર્ણપણે વીજળીથી ચાલતી બુલેટ ટ્રેનનું સંચાલન શરૂ થયું છે. આ બુલેટ ટ્રેન રાજધાની લ્હાસા અને ન્યિંગચીને જોડશે. એની ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાક છે.

ભારતના ઉત્તરાખંડ રાજયના ચમોલી જિલ્લામાં બાડાહોતીમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પાસે ડ્રેગનની ગતિવિધિઓ વધતા ભારતીય સુરક્ષા એજન્સીઓએ નાભીઢાંગથી લિપુલેખમાં પણ સતર્કતા વધારી દીધી છે.

(12:48 am IST)