Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

અખનુરના મહત્વના પુલથી માત્ર અડધો કી.મી. દુર ડ્રોન તોડી પડાયું

જમ્મુ-કાશ્મીરમાં ડ્રોન વોર ખતરનાક બની : આ પુલથી સૈન્ય દેશના અન્ય ભાગો સાથે જોડાઇ છે

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ર૪: જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા હવે હવાઇ માર્ગથી શરૂ કરવામાં આવેલ ડ્રોન વોર હવે ખતરનાખ ટર્ન લઇ રહ્યું છે. આ તેનાથી સ્પષ્ટ થાય છે કે જમ્મુના વાયુ સૈનીક એરપોર્ટ ઉપર થયેલ હુમલા બાદ ૧૦ વખત ડ્રોન નજરે પડયા છે અને કાલે જે ડ્રોન તોડી પડાયેલ તે રાજૌરી, પુંછ તથા અખનુરના સૈનિક મહત્વના સેકટરોને દેશના બાકીના ભાગથી જોડતા પુલથી માત્ર અડધો કિ.મી. જ દુર હતું.

જમ્મુ એરફોર્સ સ્ટેશને ર૬ જુનની રાત્રે પહેલીવાર ડ્રોન હુમલો થયેલ. હુમલામાં વિસ્ફોટ દ્વારા એરફોર્સ સ્ટેશનની છતને નુકશાન થયેલ અને બે જવાન ઘાયલ થયેલ ર૭ જુને રાત્રે પણ જમ્મુના કાલુચક મીલટ્રી બેઝ ઉપર ડ્રોન નજરે ચડેલ. સુરક્ષાબળોએ તેના પર ફાયરીંગ કરેલ પણ ડ્રોન અંધારામાં ગાયબ થઇ ગયેલ.જમ્મુના સુંજવાં મીલટ્રી સ્ટેશન પાસે ર૮ જુને મોડી રાત્રે ડ્રોન દેખાયેલ. ૧૬ જુલાઇએ જમ્મુ, સાંબા, કઠુઆમાં સૈન્ય ઠેકાણાઓ આસપાસ પણ ડ્રોન દેખાયેલ. ર જુલાઇએ અરનીયામાં બીએસએફએ ડ્રોનને ખદેડી દીધેલ. ત્યારબાદ ર૦ જુલાઇએ ફરીથી જમ્મુ એરપોર્ટ પાસે ડ્રોને દેખા દીધેલ. આમ હુમલા બાદ કુલ ૧૦ વખત ડ્રોનની સુચના સામે આવેલ.સુરક્ષા અધિકારીઓ માને છે કે આ આતંકવાદનું સૌથી ખતરનાક સ્વરૂપ છે, જેનાથી નિપટવું સરળ નથી. સીમાવર્તી વિસ્તારોમાં આતંકીઓ દ્વારા સુરંગ પાથરવામાં આવે છે, એટલે સૈનિકો માટે જમીન અને આકાશ બંન્નેમાંથી આત્મઘાતી હુમલાનો ખતરો રહે છે.

(2:58 pm IST)