Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

હજાર બોડીગાર્ડ-ર૦૦ કારની સુરક્ષા નથી જોઇતી : હું તમારામાંથી જ એક છું : ચન્ની

પંજાબના નવા મુખ્યમંત્રીનો મોટો નિર્ણય : પોતાની સુરક્ષા ઘટાડી

અમૃતસર, તા.૨૪: ગઇકાલે ગુરુવારેસી પંજાબના સીએમ ચન્નીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે મને સુરક્ષા આપવા માટે એક હજાર સુરક્ષા કર્મીઓની જરુરત નથી. સરકારી વિભાગોને કામને લઈને સીએમ ચન્ની કડક નજરે આવી રહ્યા છે. મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ પહેલી બેઠકમાં તેમણે કર્મચારીઓને સવારે ૯ વાગે ઓફિસ પહોંચવા માટે કહ્યું હતુ.

પંજાબના એક વિશ્વવિદ્યાલયને સંબોધન દરમિયાન સીએમ ચન્નીએ કહ્યું કે પોતાના ભાઈઓથી બચવા માટે સેનાની જરુર નથી. તેમણે કહ્યું કે હું તમારામાંથી એક છું મન મારા જ ભાઈઓથી સુરક્ષા આપવા માટે ૧ હજાર સુરક્ષા કર્મી સેનાની જરુર નથી. સાથે તેમણે કહ્યું કે પોતાની સુરક્ષા ઘટાડવાનું એલાન કર્યું છે.

સીએમએ જીવના જોખમને ફગાવતા કહ્યું કે તે એક સામાન્ય વ્યકિત છે અને દરેક પંજાબી તેમના ભાઈ છે. ચન્નીએ કહ્યું કે કાર્યભાર સંભાળ્યા બાદ તેમને એ જાણીને  આશ્ચર્ય થયું કે તેમની સુરક્ષા માટે ૧ હજાર સુરક્ષા કર્મીઓ તૈનાત છે. તેનાથી સરકારી સંસાધનોની બર્બાદી ગણાવતા કહ્યું કે આને પરવાનગી ન આપી શકાય. કેમ કે મારા પંજાબી મને શું હાની પહોંચાડી શકે છે? જ્યારે હું તેમની જેમ સામાન્ય વ્યકિત છું. ચન્નીએ કહ્યું કે તે વિલાસી જીવન જીવવાના શોખીન નથી. આ ઉપરાંત તેમને અધિકારીઓને પણ તેમના કાફલાના વાહનોની સંખ્યા ઓછી કરવાનું કહ્યું છે. થોડાક દિવસ પહેલા પંજાબના રાજકારણમાં મહિનાઓથી ચાલી રહેલી ઉથલ પાથલ પર વિરામ લાગ્યો હતો. રવિવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામા બાદ પાર્ટ હાઈ કમાનને ચન્નીને સીએમ બનાવવાનો નિર્ણય લીધો હતો.

(2:47 pm IST)