Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

શિવસેનાએ લવ-જેહાદ મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું : કહ્યું- પશ્ચિમ બંગાળની ચૂંટણીને કારણે મુદ્દો ઉછાળાયો

ચૂંટણી માટે વિકાસ એક પ્રમુખ મુદ્દો છે. પરંતુ દેશમાં લવ-જેહાદ અંગે ઘણી ચર્ચા કરાશે

મુંબઈ :  રાજનીતિમાં હાલના તબક્કે લવ-જેહાદનો મુદ્દો જોરશોરથી ચગી રહ્યો છે. તેવામાં શિવસેનાએ લવ-જેહાદ મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે લવ-જેહાદની રાજનીતિને પશ્ચિમ બંગાળની ચૂંટણી સાથે જોડી દીધી. તેમણે કહ્યું કે બંગાળમાં ચૂંટણી યોજાવાની હોવાથી લવ-જેહાદને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.

સંજય રાઉતે કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે. અમારૂ માનવું છે કે ચૂંટણી માટે વિકાસ એક પ્રમુખ મુદ્દો છે. પરંતુ દેશમાં લવ-જેહાદ અંગે ઘણી ચર્ચા કરવામાં આવશે. રાઉતે કહ્યું કે કેટલાક લોકો મહારાષ્ટ્રમાં પણ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. ત્યારે હું તેમને કહેવા માંગીશ કે પહેલા નીતિશ કુમાર બિહારમાં લવ-જેહાદનો કાયદો લાગુ કરે. ત્યારે મહારાષ્ટ્રમાં પણ કાયદો લાગુ કરવા અંગે વિચારીશું.

(8:36 am IST)