Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ભાજપના પરાજય માટે વિહિપ જવાબદાર : અડવાણી

હવે આ પાર્ટી એ જ આદર્શવાદી પાર્ટી રહી નથી જેને ડો.મુખર્જી - દીનદયાલજી - નાનાજી અને વાજપેયીજીએ બનાવી હતી... વિસ્ફોટ : 'જુગલબંદી' પુસ્તકમાં ૨૦૦૪ની હાર અંગે વિસ્ફોટ : સંઘના ચુસ્ત મતદારો અને કેડરમાં ઉદાસીનતા જોવા મળતી હતી : અડવાણી - મોદીના સંબંધો વિશે પણ લખાયુ છે : ૨૦૧૪ની ચૂંટણી પહેલા કેવી રીતે બંને વચ્ચેના સંબંધો બદલાયા તેની પણ વિગતો છે

નવી દિલ્હી : લાલકૃષ્ણ અડવાણી, જેણે ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે નરેન્દ્ર મોદીના નામની ભલામણ કરી અને બાદમાં ૨૦૦૨જ્રાક્નત્ન ગુજરાત રમખાણો બાદ રાજીનામુ આપવાની માગનો પૂરજોશમાં વિરોધ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેમણે ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર માટે વીએચપીને જવાબદાર ઠેરવ્યા છે. એલ કે. અડવાણીએ આ પ્રકારો ખુલાસો તેમના એક પુસ્તકમાં આપ્યો હોવાનું હાલ બહાર આવ્યુ છે.

પોતાનું પુસ્તક 'જુગલબંદી' જે એક ઈન્ટરવ્યૂ, પર્સનલ દસ્તાવેજો અને ભાજપના ઈતિહાસ લેખન પર આધારિત છે. તેઓ આ પુસ્તકમાં જણાવે છે કે, હું લેખક વિનય સીતાપતિને કહેવા માગુ છું કે, પાર્ટીની હાર આંશિક રીતે ઘણા બધા અંશે વિચારધારા પર કેન્દ્રીત હતી. પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે તે ચૂંટણીમાં કેન્દ્રમાં સત્ત્।ામાં પાછા આવવાની આશા રાખી બેઠેલી ભાજપ લગભગ ૧૦૦ સીટ જેટલા મોટા અંતરે પાછળ રહી ગઈ હતી. આરએસએસે પોતાના સર્વે રજૂ કર્યા, આરએસએસના કોર મતદારો અને કૈડરમાં એક ઉદાસિનતા જોવા મળતી હતી, કારણ કે વિચારધારામાં નબળા પડ્યા હોવાની ધારણા બની ગઈ હતી.

બીજી બાજૂ અડવાણી અને વાજપેયી ઘણા બધા અંશે વિચારધારાને દોષ આપે છે. જો કે, આ એજ અડવાણી છે, જેણે વાજપેયીને પરાસ્ત કરીને મોદીના રાજકીય જીવનની રક્ષા કરી હતી. પણ હવે તેમને અહેસાસ થાય છે, આવુ શા માટે કર્યું ! અડવાણીએ પોતાના પારિવારીક મિત્ર વાજપેયીને જલ્દીથી છોડી મુકયા. તેમણે સ્પષ્ટ કહ્યુ છે કે, વીએચપીએ અમને નુકસાન કર્યું.

પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણીમાં મળેલી હાર માટે દોષ રમખાણોને આપવામાં આવ્યો હતો. જેના માટે મોદીને અલ્પસંખ્યકોની રક્ષા નહીં કરવા માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. વાજપેયીએ ૨૦૦૨માં ગુજરાત રમખાણો માટે દોષી ઠેરવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, આ એ જ ભૂલ છે જે અમે કરી હતી. આ દ્યટનાના તુરંત બાદ ભાજપની બેઠક થઈ હતી. તેમણે મોદીને હટાવવાની ફરીથી દલીલ આપી. સાથે જ તેમણે કહ્યુ હતું કે, આ ગઠબંધનના સહયોગીઓ માટે ખૂબ મોંઘુ પડશે.

આ પુસ્તકમાં અડવાણી અને મોદીના સંબંધો વિશે પણ જણાવવામાં આવ્યુ છે. જો કે, તેમા મીડિયા રિપોર્ટના આધારે જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત તેમાં એવુ પણ જણાવામાં આવ્યુ છે કે, વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીની પહેલા કેવી રીતે અડવાણી અને મોદીના સંબંધો બદલાયા.

આ પુસ્તકમાં લખ્યુ છે કે, સામાન્ય ચૂંટણીમાં પ્રચાર માટે મોદીની પસંદગીના આગલા દિવસે, એ શખ્સ જેણે પોતાની આખી જીંદગી જનસંઘ અને બાદમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે લગાવી દીધી, તેણે પાર્ટીના તમામ પદોમાંથી રાજીનામું આપી દીધું. અડવાણીએ રાજીનામું આપતી વખતે લખેલા પત્રમાં તેમણે લખ્યુ છે કે, થોડા સમયથી પાર્ટીનું કામકાજ જે દિશામાં જઈ રહ્યુ છે, તેમાં સામંજસ્ય બેસાડવુ અઘરૂ છે. હવે હું એ નથી અનુભવી શકતો કે, આ એ જ આદર્શવાદી પાર્ટી છે, જેને ડો. મુખર્જી, દીનદયાલજી, નાનાજી અને વાજપેયીજીએ બનાવી હતી. આ તમામ લોકોની એકમાત્ર ચિંતા દેશની જનતા અને તેના માટે કામ કરવાની હતી. જયારે હાલમાં મોટા ભાગના નેતાઓ પોતાના વ્યકિતગત એજન્ડાને લઈને ચિંતિત છે.(

(10:47 am IST)