Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ર૦ર૪માં રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવી રાજકારણમાંથી નિવૃતિ લઇશ : હરીશ રાવત

દેહરાદુન : કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પંજાબના પ્રભારી હરીશ રાવતે કહ્યું છે કે, તે ર૦ર૪માં રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવી રાજકારણમાંથી સન્યાસ લઇ લેશે. તેમણે વિરોધીઓને સંદેશ આપતા કહ્યું કે મહાભારતમાં યુદ્ધ સમયે અર્જુનને ઇજા થતી ત્યારે તે ખૂબ જ રોમાંચીત થઇ જતો. મારા રાજકીય જીવનના પ્રારંભથી જ મને ઘાવ ઉપર ઘાવ લાગ્યા. ઘણા પરાજયો નિહાળ્યા, પરંતુ મેં રાજકારણમાં ન તો મારી નિષ્ઠા છોડી અને ન તો રણનું મેદાન છોડયું. હું આભારી છું એ બાળકોનો કે જેઓના  માધ્યમથી મારી ચૂંટણીમાં હાર ગણાવાઇ રહી છે. એક મંત્રીએ મને રાજકારણ છોડી દેવાની સલાહ આપી છે જેની સલાહ મને ગમી છે. હું સન્યાસ  જરૂર લઇશ, પરંતુ ર૦ર૪માં, રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવી રાજકારણમાંથી નિવૃત લઇશ.

(3:28 pm IST)