Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

અમેરિકામાં ભારતીયોનો દબદબો : નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બિડનનું ભાષણ લખવા માટે ભારતીય મૂળના શ્રી વિનય રેડ્ડીની પસંદગી : પ્રેસિડન્ટ કાર્યાલયના સહ સંચાલક તરીકે શ્રી ગૌતમ રાઘવનની નિમણુંક

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ડેમોક્રેટિક પાર્ટીના પ્રતિનિધિ જો બિડન અને વાઇસ પ્રેસિડન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી કમલા હેરિસ ચૂંટાઈ આવતા  મહત્વની પોસ્ટ ઉપર ભારતીયોની પસંદગી થવા લાગી છે.

પ્રાપ્ત વિગત મુજબ નવ નિયુક્ત પ્રેસિડન્ટ જો બિડનએ તેમના જુના સાથીદાર રહી ચૂકેલા ભારતીય મૂળના શ્રી વિનય રેડ્ડીની તેમનું ભાષણ લખવા માટે ગઈકાલ મંગળવારે પસંદગી કરી છે.

સાથોસાથ પ્રેસિડન્ટ કાર્યાલયના સહ સંચાલક તરીકે પણ ભારતીય મૂળના શ્રી ગૌતમ રાઘવનની નિમણુંક કરવામાં આવી છે. જેઓ આ અગાઉ વ્હાઇટ હાઉસમાં ફરજ બજાવી ચુક્યા છે.

ઉપરાંત વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા સુશ્રી કમલા હેરિસે પણ પોતાના કાર્યાલયમાં મહત્વના હોદાઓ ઉપર 4 ભારતીય મૂળના નાગરિકોની પસંદગી કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:52 pm IST)