Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

એચ.1બી વિઝા ધારકો માટે આનંદના સમાચાર : યુ.એસ.ની સર્કિટ કોર્ટએ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગને વિશેષ વ્યવસાયનો દરજ્જો આપ્યો : યુ.એસ.સીટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસના મનસ્વી નિર્ણયને પછડાટ

વોશિંગટન : એચ.1બી વિઝા ધારકો માટે આનંદના સમાચાર છે.જે મુજબ યુ.એસ.ની 9મી સર્કિટ કોર્ટ ઓફ અપીલએ 16 ડિસેમ્બરના રોજ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગને વિશેષ વ્યવસાયનો દરજ્જો આપ્યો છે.

આ અગાઉ યુ.એસ.સીટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસએ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગને મનસ્વી અને તરંગી ગણીને વિશેષ દરજ્જો આપવાનો ઇન્કાર કર્યો હતો.

ઇમિગ્રેશન એટર્ની શ્રી સાયરસ મેહતાએ આ નિર્ણયને આવકાર્યો છે.તથા વિદેશી મૂળના કર્મચારીઓને કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે નોકરીમાં રાખતી યુ.એસ.ની ટેક્નોલોજી કંપનીઓના વિજય સમાન ગણાવ્યો હતો.તથા યુ.એસ.સીટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસના મનસ્વી નિર્ણય માટે પછડાટ સમાન ગણાવ્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે નીચલી કોર્ટએ આપેલા આવા ચુકાદા પછી સર્કિટ  કોર્ટએ આપેલો આ જાતનો સૌપ્રથમ ચુકાદો છે.

ઉલ્લેખનીય છે કે 2017 ની સાલમાં બાય અમેરિકન હાયર અમેરિકન ના સૂત્ર સાથે પ્રેસિડન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા પછી યુ.એસ.સીટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસએ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગને અપાતો વિશેષ વ્યવસાયનો દરજ્જો રદ કર્યો હતો.
image.png

(7:01 pm IST)