Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી અમિત આહુજાને એવોર્ડ : ભારતના દલિતોનો ઇતિહાસ તથા વર્તમાન લોકશાહીમાં દલિતોના ઉદ્ધાર અંગે પુસ્તક લખ્યું : સત્ય ઘટના ઉપર આધારિત બુક લખવા બદલ ભારતનો સુપ્રતિષ્ઠિત ગણાતો કમલાદેવી ચટ્ટોપાધ્યાય એવોર્ડ એનાયત

કેલિફોર્નિયા : યુ.એસ.ની કેલિફોર્નિયા યુનિવર્સીટીના ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી અમિત આહુજાને ભારતનો સુપ્રતિષ્ઠિત ગણાતો કમલાદેવી ચટ્ટોપાધ્યાય ન્યુ ઇન્ડિયા ફાઉન્ડેશન બુક પ્રાઈઝ એવોર્ડ 2020 ના સહ વિજેતા તરીકે એનાયત કરાયો છે.

આ એવોર્ડ તેમણે ભારતના દલિતોના ઇતિહાસ અંગે લખેલા સત્ય ઘટના ઉપર આધારિત પુસ્તક માટે અપાયો છે.જેમાં તેમણે ભારતમાં છેલ્લા બે હજાર વર્ષથી પછાત અને અશ્પ્રુશ્ય ગણાતા દલિતોની વાત કરી છે.તથા ભારતની વર્તમાન લોકશાહીમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં તેમના મજબૂત સ્થાન અને ઉદ્ધારનું વર્ણન કર્યું છે.

આ એવોર્ડના સહ વિજેતા તરીકે ઘોષિત થવા બદલ શ્રી આહુજાએ હર્ષ વ્યક્ત કર્યો હતો.તથા પુસ્તક લખવા માટે મદદરૂપ થનાર તથા માહિતી આપનાર સહુનો આભાર માન્યો હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:39 pm IST)