Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

સગીર પુત્રીના બાળકને મારી નાખવા બદલ ઇન્ડિયન અમેરિકન મહિલા દોષિત : સમાજમાં આબરૂ જવાની બીકે ઘર પાછળના વાડામાં નવજાત ગ્રાન્ડ સનને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પુરવાર થયું

કેલિફોર્નિયા :  15 વર્ષીય સગીર પુત્રીએ લગ્ન પહેલા જ પુત્રને જન્મ આપતા આ બાળકને મોતને ઘાટ ઉતારી દેવા બદલ ઇન્ડિયન અમેરિકન મહિલા બિન્ટ કૌર ધીલ્લોનને કોર્ટએ દોષિત ગણેલ છે.

2018 ની સાલમાં બનેલી ઘટના મુજબ સગીર પુત્રીએ બાથરૂમમાં જઈ એક બાળકને જન્મ આપ્યો હતો. જેનાથી સમાજમાં આબરૂ જવાની બીકેતેની માતાએ  પોતાની પુત્રીના નવજાત શિશુને ઘર પાછળ આવેલા વાડામાં લઇ જઈ ડુબાડી દીધો હતો અને બાદમાં દફન કરી દીધો હતો.આ કામમાં તેને તેના નેવ્યુએ મદદ કરી હતી.

બાળકને જન્મ આપનાર સગીર યુવતીને તેવું જણાવાયું હતું કે તેના પુત્રને દત્તક આપી દેવાયો છે.પરંતુ પાછળથી યુવતીને ખબર પડતા તેણે સોશિઅલ વર્કરને જાણ કરી હતી.જેણે પોલીસને જાણ કરતા તપાસ કરાઈ હતી.અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.મદદગારી કરનાર નેવ્યુને જામીન પર મુક્ત કરાયો હતો.અને હત્યાની આરોપી મહિલાને 21 જાન્યુઆરીના રોજ સજા કરાશે જે 25 વર્ષની જેલસજા થઇ શકે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:03 pm IST)