Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ભારતીય સેના પ્રમુખ જનરલ એમ.એમ.નરવળે સરહદની મુલાકાત લીધી

ચીન સાથે સાત માસથી ચાલતો વિવાદ

નવી દિલ્હી, તા. ૨૩ :ભારતીય સેના પ્રમુખ જનરલ એમ.એમ.નરવળેએ બુધવારે પૂર્વ લદાખની સરહદોની મુલાકાત લેતાં ભારતની સમગ્ર સૈન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી. ભારત અને ચીન વચ્ચે વિતેલા સાત મહિનાથી ચાલી રહેલા સરહદ વિવાદ દરમિયાન આર્મી ચીફ જનરલની સમીક્ષા મુલાકાત મહત્વના સંકેત આપી રહી છે.

ભારતીય સેના દ્વારા અપાયેલી માહિતી મુજબ આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવળેએ એલએસી સાથે જોડાયેલા રિચિન લા સહિત પૂર્વ લદાખની મહત્વની ચોકી અને વિસ્તારોનું પરિભ્રમણ કરતાં વર્તમાન સ્થિતિની સમીક્ષા લીધી હતી. સેનાના કહેવા મુજબ આર્મી ચીફ એ દુર્ગમ વિસ્તારોમાં તૈનાત જવાનો સાથે વાતચીત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

પૂર્વ લદાખના અલગ-અલગ પહાડી વિસ્તારો અને અતિ ઉંચાઇવાળા સ્થળો પર ભારતીય સેનાના આશરે ૫૦ હજાર જવાન શૂન્ય ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવી રહ્યા છે. સામે ચીને પણ મોટી સંખ્યામાં તેના સૈનિકોને બોર્ડર પર તૈનાત કરી રાખ્યા છે.

(8:22 am IST)