Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ભારતમાં આવ્યો સર્વ પ્રથમ કેસ : કોરોના પછી અસામાન્ય લક્ષણ

કોરોના સંક્રમણથી સાજી થયેલી મહિલાનો સમગ્ર શરીરમાં પસ જમા થતાં ડોકટરો ચિંતિત

નવી દિલ્હી, તા.૨૪: કોરોનાના નવા કેસ સામે આવવાની સાથે જ આ બિમારીથી ઠીક થનારા દર્દીઓમાં જોવા મળી રહેલી મુશ્કેલીઓને લઇને ડોકટરોને નવી પરેશાનીમાં નાંખી દીધા છે. ખરેખર ઓરંગાબાદમાં એક મહિલાના કમરમાં દુખાવાની ફરિયાદ હતી. કમરનો ઇલાજ કરવા પહોંચેલી મહિલાની તપાસમાં આવ્યું કે તેના પુરા શરીરમાં પસ (મવાદ-PUS) ભરાઇ ચૂકયું છે.

ડોકટરોની તપાસમાં મહિલામાં કોરોનાની એંટીબોડી મળી હતી. ડોકટરોના જણાવ્યાં મુજબ આ કોરોનાથી ઠીક થયા બાદ નવું લક્ષણ છે મહિલાની અત્યાર સુધીમાં ત્રણ વખત સર્જી થઇ ચૂકી છે અને તેઓ હવે પુરી રીતે સ્વસ્થ છે. ઉલ્લેખનીય છે દુનિયામાં અત્યાર સુધી આ પ્રકારના માત્ર ૭ કેસ સામે આવ્યાં છે જેમાં ભારતમાં આ પહેલી ઘટના છે.

 ઓરંગાબાદના બજાજ નગરમાં રહેનારી મહીલાને કમરનો હંમેશા દુઃખાવો રહેતો હતો. કમર દર્દના ઇલાજ માટે ૨૮ નવેમ્બરના રોજ હેડગેવાર હોસ્પિટલ ગઇ હતી. કમર દર્દની સાથે તેના પગમાં સોજા પણ હતા. જો કે આમ તો કમર દર્દ ફ્રેકચર, ટયૂમર અથવા ઇન્ફેકશનના કારણે અનુભવાય છે. જો કે આમાંથી તેને કોઇ બિમારી હતી નહીં. ડોકટરોએ તપાસ કર્યા બાદ MRI કરાવા જણાવ્યું હતું.

MRI નો રિપોર્ટ જોઇ ડોકટર હેરાન રહી ગયા. મહિલા દર્દીના શરીરમાં ડોકથી નીચે કરોડરજ્જુના હાડકા સુધી, બંને હાથ જ નહી પરંતુ પેટમાં પણ પસ જમા થઇ ગઇ હતો. ત્યારબાદ ડોકટરોએ તરત હોસ્પિટલમાં દાખલ થવા સલાહ આપી. ડોકટરોની ટીમે મહિલા દર્દીની ત્રણ વખત સર્જરી કરી અને તેના શરીરમાંથી અંદાજે અડધો લીટર પસ નિકાળ્યો. ૨૧ ડિસેમ્બરના રોજ ડિસ્ચાર્જ કરવામા આવ્યાં.

ડોકટરોએ જણાવ્યું કે મહિલાનો એટીજન ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો પરંતુ તેના શરીરમાં એંટીબોડી જોવા મળી છે. તેનો મતલબ તેને કોરોના થઇ ગઇ હતો. જેને લઇને તેનામાં બિમારીઓથી લડવાની તાકત સંપૂર્ણ રીતે પુરી થઇ ગઇ છે અને તેને આટલી પરેશાનીનો સામનો કરવો પડ્યો છે.

ડો દહિભાતે જણાવ્યું કે દુનિયાભરમાં આ પ્રકારના કેસ પર સ્ટડી કરવામાં આવી રહી છે. આ ધરમિયાને તેમને જર્નલ ઓફ ન્યૂરોલોજીના સપ્ટેમ્બરમાં એડીશનમાં 'કોરોના પછી અસામાન્ય લક્ષણ' વિષય પર જાણકારી મળી. જેમાં સામે આવ્યું કે અત્યાર સુધીમાં જર્મનીમાં આ પ્રકારના ૬ કેસ સામે આવી ગયા છે.

(10:10 am IST)