Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ઝંડુ-બ્રાન્ડ માટે ઇમામીને મળ્યુ WHOનું કવાલિટી પ્રમાણપત્ર

વાપી,તા. ૨૪: ગુજરાતના વાપી અને માસત (દાદરા અને નગરહવેલી) માં આવેલા ઇમામી લિમિટેડ કંપનીના બે પ્લાન્ટમાં ઝંડુ બ્રાન્ડ નામ હેઠળ ઉત્પાદિત વિવિધ હેલ્થકેર ઉત્પાદનોને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તરફથી (WHO-GMP) (ગુડ મેન્યુફેકચરિંગ પ્રેકિટસ)નું ગુણવતાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ત્રણ વર્ષની વેલિડિટી (કાયદેસરતા) સાથે ૪૦ થી પણ વધુ આયુર્વેદિક ઉત્પાદનો બનાવવા માટે ઇમામી ગ્રુપને WHO-GMP અને સર્ટિફિકેટ ઓફ ફાર્માસ્યુટિકલ પ્રોડકટ્સ (CoPP) આપવામાં આવ્યું છે.

ભારતમાં આયુર્વેદિક ઉત્પાદનો બનાવતા ૯૦૦૦ જેટલા પ્લાન્ટ -યુનિટ્સ છે. પણ કવાલિટી બેન્ચમાર્કિંગ એવું WHO-GMP જૂજ કંપનીઓએ મેળવ્યું છે. ઝંડુ બ્રાન્ડ હેઠળ ૧૧ ઉત્પાદનો માટે ૨૦૧૭ની સાલમાં CoPP સાથે WHO-GMP મેળવનાર અને કોલકતામાં હેડકવાર્ટર ધરાવતી ઇમામીએ હવે ૨૦૨૦માં ઝંડુ બ્રાન્ડ હેઠળ ૪૦થી વધારે ઉત્પાદનો માટે તેમજ બે મેન્યુફેકચરિંગ યુનિટસ માટે પણ WHO-GMP હાંસલ કર્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ, વિશ્વમાં ૮૦ ટકા લોકો એમના આરોગ્યની સંભાળ માટે પરંપરાગત દવાઓ લેવાનું વધારે પસંદ કરે છે.

(10:05 am IST)