Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

કોરોના સામેનાં જંગમાં વધુ એક ડગલું આગળ વધ્યો દેશ : ન્યુમોનિયાની પ્રથમ સ્વદેશી રસી વિકસિત

સીરમ ઇન્સ્ટીટ્યુટની ગૌરવવંતી જાહેરાત : આવતા સપ્તાહથી રસી બજારમાં: ભારતમાં ન્યૂમોનિયાથી દર વર્ષે થાય છે એક લાખથી વધુ બાળકોનાં મોત : નવી વેકસીન અન્ય બે વેકસીનની તુલનામાં હશે ઘણી સસ્તી

નવી દિલ્હી,તા. ૨૪: સીરમ ઇન્સ્ટિીટયૂટ ઓફ ઈન્ડિયાએ ન્યૂમોનિયા રોગ માટે સ્વદેશમાં પહેલી વેકસીન વિકસિત કરી છે જેને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન આવતા સપ્તાહે લોન્ચ કરી શકે છે. ત્યારબાદ આ વેકસીન બજારમાં ઉપલબ્ધ હશે. સૂત્રોએ કાલે જણાવ્યું કે આ વેકસીન હાલના સમયમાં બે વિદેશી કંપનીઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી વેકસીનની તુલનામાં ઘણી સસ્તી હશે. ભારતના ઔષધિ નિયામકે પુના સ્થિત સંસ્થાથી પ્રાપ્ત વેકસીનના કિલનિકલ ટ્રાયલના પહેલા, બીજા અને ત્રીજા ચરણના આંકડાઓની સમીક્ષા કર્યા બાદ જુલાઈમાં જ ન્યૂમોકોકલ પોલીસેક્રાઇડ કાંજુગેટને બજારમાં ઉતારવાની મંજૂરી આપી દીધી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયે આ પહેલા જણાવ્યું હતું કે વેકસીનના માધ્યમથી શિશુઓમાં સ્ટ્રેપ્ટોકોકસ ન્યૂમોનિયા દ્વારા થતી બીમારી પ્રત્યે રોગ પ્રતિકારક ક્ષમતાને વધારી શકાય છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે વેકસીનના પહેલા, બીજા અને ત્રીજા ચરણના કિલનિકલ ટ્રાયલ ભારત અને આફ્રિકાના દેશ ગામ્બિયામાં કર્યા છે. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે ન્યૂમોનિયાના ક્ષેત્રમાં આ સ્વદેશમાં વિકસિત પહેલી વેકસીન છે. સૂત્રોએ જણાવ્યું કે આ વેકસીન ફાઇઝરના એનવાયએસઇઃપીએફઈ અને ગ્લેકસોસ્મિથકલાઇનની એલએસઇઃજીએસકેની તુલનામાં દ્યણી સસ્તી હશે.

સ્વાસ્થ્ય મંત્રીને લખેલા એક પત્રમાં સીરમ ઇન્ટિા ટ્યૂટમાં સરકાર અને નિયામક મામલાઓના નિદેશક પ્રકાશ કુમાર સિંહે કહ્યું કે, વોકલ ફોર લોકલ અને દુનિયા માટે મેક ઇન ઈન્ડિયા હેઠળ વડાપ્રધાનના સપનાને પૂરું કરવું હંમેશા અમારો પ્રયાસ રહે છે. તેઓએ લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના આહ્વાનની દિશામાં આગળ વધતા અમે કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન ભારતના પહેલા વૈશ્વિક સ્તરીય ન્યૂમોનિયા વેકસીનનો વિકાસ કરી અને તેના માટે ભારતીય લાઇસન્સ લઈને એક ઐતિહાસિક માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે.

યૂનિસેફના આંકડા મુજબ, ન્યૂમોનિયાના કારણે ભારતમાં દર વર્ષે શૂન્યથી પાંચ વર્ષની ઉંમરના એક લાખથી વધુ બાળકોના મોત થાય છે. અધિકૃત્ર સૂત્રો અનુસાર, ન્યૂમોનિયા શ્વસન સંબંધી બીમારી છે, એવામાં કોવિડ-૧૯ મહામારી દરમિયાન ન્યૂમોનિયાની વેકસીન ખૂબ જ અગત્યની બની જાય છે.

(10:08 am IST)