Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

રાજકોટમાં કોરોનાએ આજે ૬નો ભોગ લીધોઃ નવા ૨૧ કેસ

કુલ કેસનો આંક ૧૩,૧૫૬એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં કુલ ૧૨,૨૩૯ દર્દીઓએ સાજા થતા રિકવરી રેટ ૯૩.૧૭ ટકા થયો : સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૧૫૬ બેડ ખાલીઃ શહેરમાં ૪૭ અને ગ્રામ્ય માં ૧૧૮ વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત

રાજકોટ, તા. ૨૪: શહેર અને જીલ્લામાં  વેશ્વિક મહામારી કોરોનાથી  આજે  વધુ ૬  દર્દીનાં મોત થયા છે. જયારે શહેરમાં બપોર સુધીમાં ૨૧ કેસ નોંધાયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી ૮ પૈકી એક  પણ દર્દીનું મૃત્યુ થયુ નથી.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૩નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૪ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૬ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૧૫૬ બેડ ખાલી છે.

શહેર-જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

  • બપોર સુધીમાં ૨૧ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૧ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૩,૧૫૬  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૨,૨૩૯ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૩.૧૭ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૦૮૬ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૯૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૧૪ ટકા થયો  હતો. જયારે ૧૩૨ દર્દીઓને સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૫,૧૬,૬૧૪ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૩,૧૫૬ં સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૫૪ ટકા થયો છે.

  • નવા  ૭ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે ગુજરાત હાઉસિંગ બોર્ડ-અમીન માર્ગ, નહેરુનગર-રૈયા રોડ, રઘુવીરપરા-૨ પરાબજાર, રાજનાથ પરા, વિરલ સોસાયટી-નાનામૌવા રોડ, રત્નદીપ સોસાયટી-પેડક રોડ, કામનાથ સોસાયટી-કોઠારિયા રોડ સહિતના નવા ૭  વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૪૭ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

(3:21 pm IST)