Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ખેડૂતોના મુદ્દે વિપક્ષની રેલીને મંજૂરી નહીં : રાહુલ ગાંધી સહીત ત્રણ નેતા રાષ્ટ્રપતિ ભવન જવાની પરવાનગી

નવી દિલ્હી વિસ્તારમાં ધારા 144 લાગુ : રાષ્ટ્રપતિ ભવન પાસે સુરક્ષા વધારી દેવાઈ .

કૃષિ કાનૂનો વિરૂદ્ધ આદોલન કરી રેહલા ખેડૂતોએ દિલ્હીના રસ્તાઓ પર પાછલા એક મહિનાથી હાડ થીજવતી ઠંડીમાં ડેરા નાખ્યા છે. સરકાર તરફથી આપવામાં આવેલા સંશોધન પ્રસ્તાવને પણ ખેડૂતોએ ફગાવી દીધો છે. ખેડૂતોનું કહેવું છે કે, આ સંશોધન પ્રસ્તાવ સરકાર દ્વારા અગાઉ આપવામાં આવ્યો હતો, તેની કોપી છે. જેથી અમે આને પહેલા જ ફગાવી ચૂક્યા છીએ. પરંતુ સરકાર અમને બદનામ કરવા માટે એકનો એક પ્રસ્તાવ રજૂ કરી રહી છે ત્યારે આજે ખેડૂતોના મુદ્દાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષ રેલી નિકાળવા જઈ રહી છે.જોકે, કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે નિકાળવામાં આવનાર રેલીને પરમીશન આપવામાં આવી નથી. રાહુલ ગાંધી સહિત ત્રણ નેતા રાષ્ટ્રપતિ ભવન જવાની પરવાનગી આપી છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલે એટલે કે ગાંધીને રોડ ઉપર ઉતરવાથી રોકવા માટે રેલીને પરમીશન આપી નથી. ખેડૂતો સાથે સિધો સંવાદ રોકવા સરકાર તરફથી રાહુલ ગાંધી સહિત કેટલાક નેતાઓને રાષ્ટ્રપતિ કોવિંદને મળવાની પરવાનગી આપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સાથે જ નવી દિલ્હી વિસ્તારમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે અને રાષ્ટ્રપતિ ભવન પાસે સુરક્ષા વધારી દેવામાં આવી છે.

(11:45 am IST)