Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

સતત 17માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત

પેટ્રોલ-ડીઝલના ભાવ સતત 6 દિવસ સુધી વધ્યાં બાદ હવે કિંમતોમાં કોઈ ફેરફાર નહીં

નવી દિલ્હી : પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે સતત 17માં દિવસે પણ કોઈ ફેરફાર થયો નથી ,આના પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત 6 દિવસ સુધી વધ્યાં હતાં. આજે તેલ માર્કેટિંગ કંપનીયોએ કિંમતોમાં કોઈ ફેરફાર  કર્યા નથી  આનાથી પહેલાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત 48 દિવસો સુધી નહોંતી બદલાઈ. ત્યાર પછી 20 નવેમ્બરથી ભાવ વધારાની શરૂઆત થઈ. એ દરમિયાન 17 વખત ભાવમાં વધારો થયો. તમને જણાવી દઈએકે, માર્ચ પછી પહેલીવાર સપ્ટેમ્બરમાં ડીઝલના ભાવમાં કાપ મુકવામાં આવ્યો હતો. ત્યારે તેલ માર્કેટિંગ કંપનીઓએ 82 દિવસો સુધી ભાવમાં ફેરફાર નહોંતો કર્યો. તેમને વધેલી રેકોર્ડ એક્સાઈઝ ડ્યૂટીને તેલના ગગડી રહેલાં ભાવ સાથે એડજસ્ટ કરવાની હતી. 

જોકે, 20 નવેમ્બરથી લઈને અત્યાર સુધીમાં તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 17 વાર વધારો કર્યો છે. દિલ્લીમાં પેટ્રોલનો ભાવ આ 17 દિવસો દરમિયાન 2.65 રૂપિયા પ્રતિ લીટર વધી હતી. જ્યારે ડીઝલનો ભાવ 3.40 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો થયો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવ આ સ્તર પર સપ્ટેબર 2018માં ગયા હતા. 

આજે સતત 17માં દિવસે પણ દિલ્લીમાં પેટ્રોલનો ભાવ 83.71 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં 90.34 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 85.19 રૂપિયા પ્રતિ લીટર છો. જ્યારે ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 86.51 રૂપિયા પ્રતિ લીટર છે. આજ રીતે ડીઝલના ભાવ પણ કાલે જે હતા એજ મુજબ છે.    

(11:51 am IST)